- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : મોદી સરકારે નાણાંકીય વર્ષ 2018-19માં ઈન્કમટેક્સ રિટર્નના ફોર્મમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જે હેઠળ હવે આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા તમામ વ્યક્તિઓએ વધુ મુખ્ય નવી 4 બાબતો જણાવવી પડશે.
મહત્વપૂર્ણ બાબતો
- આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે તમામ કરદાતાઓએ જણાવવું પડશે કે, તેમની પાસે કઈ-કઈ અસૂચિબદ્ધ કંપનીના શેર છે. સાથે જ તેઓએ તે પણ જણાવવું પડશે કે, આ શેર તેમણે ગત વર્ષ દરમિયાન ક્યારે અને કેટલામાં ખરીદ્યા હતા. જો તે અગાઉથી જ તેમની પાસે શેર છે તો તેની સંખ્યા પણ આ વર્ષના ઓપનિંગ બેલેન્સની જેમ બતાવવી પડશે, એટલે કે જો તમે બેલેન્સ શીટ બનાવો છો તો તેમાં ઓપનિંગ બેલેન્સ પણ બતાવવી જોઈએ.
- કરદાતા વ્યક્તિ કેટલી કંપનીઓમાં ડાયરેક્ટરના પદ પર છે અને તેમના નામ શું છે?
- કરદાતાએ તેમની તમામ ભાગીદારી કંપની અને LLP વિશે જણાવવું પડશે, જેમાં તેઓ ભાગીદાર છે અને તેવી તમામ કંપનીઓનું પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) પણ આપવું પડશે.
- હવે કર આકારણી માટે કરદાતાએ તેમની વાસ્તવિક રહેણાંક સ્થિતિની પૂરી જાણકારી આપવી પડશે.
- તમારે ગત વર્ષે અને તે પહેલાના ચાર વર્ષ દરમ્યાન દેશથી બહાર રહેવાના દિવસો જણાવવા પડશે અને સાથે જ આ દરમિયાન તમે જે દેશમાં રહ્યા હતા તે દેશનો ટેક્સ પે આઈડેન્ટિફિકેશન નંબર પણ જણાવવો પડશે. ટેક્સ બચાવવા માટે પોતાની ખોટી રહેણાંક સ્થિતિ દર્શાવનારા, વિદેશમાં થયેલી આવકનો ટેક્સ છુપાવનારા અને બિનનિવાસીઓની ઘરેલુ આવક પર ટેક્સ વસૂલવા માટે રિટર્નમાં આ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
- ઈન્કમ ટેક્સ રિટર્નમાં આ ફેરફારથી આવકવેરા વિભાગને જાણકારી મળી જશે કે, કરદાતા કઈ કઈ કંપનીમાં ડાયરેક્ટર છે અને તેની પાસે કઈ કંપનીમાં કેટલા શેર છે. સાથે જ એ પણ ખબર પડી જશે કે, તે કેટલી કંપનીઓમાં ભાગીદાર છે.
Web Title: Changes in income tax returns will increase shareholders' problems
Latest