- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}
tax-savings
|
January 11, 2022, 8:40 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી, તા.11
કેન્દ્ર સરકારે ફરી એકવાર નાણાકીય વર્ષ 2020-2021 અથવા આકલન વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ ગયા વર્ષે 31 ડિસેમ્બરથી ત્રણ મહિના વધારીને આ વર્ષે 15 માર્ચ કરી દીધી છે.
કરદાતાઓ 15 માર્ચ સુધી નાણાકીય વર્ષ 2021-22 માટે તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ મંગળવારે આ માહિતી આપી. નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વર્તમાન કોવિડ-19 પરિસ્થિતિને કારણે કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
Web Title: CBDT extends income tax return filing deadline till March 15, 2022
Latest