- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

ટેક્સ ભરીને દેશના વિકાસમાં સહભાગીદાર થવાની સામાન્ય જનતાને મોદી સરકારની નેમમાં લોકો જોડાઈ રહ્યાં છે. સામે પક્ષે મોદી સરકાર કરદાતાઓને એ પણ આશ્વાસન આપે છે કે યોગ્ય ટેક્સની આકરણી કરીને સંભવિત તમામ રીફંડ પણ તાત્કાલિક પરત ચૂકવવામાં આવશે અને આજ પ્રકારનો દાખલો ફરી એક વખત જોવા મળી રહ્યો છે.
આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે 1 એપ્રિલથી 4 ઓક્ટોબર વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ 53.54 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ રીફંડ કર્યા છે. આ કરદાતાઓને ટેક્સ બોડીએ 82,229 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરી છે.
આવકવેરા વિભાગે માહિતી આપી કે 51,88,762 કેસોમાં રૂ. 20,510 કરોડનું વ્યક્તિગત આવકવેરા રીફંડ જારી કરવામાં આવ્યું છે અને જ્યારે 1,65,397 કેસોમાં 61,719 કરોડનું કોર્પોરેટ ટેક્સ રીફંડ જારી કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે બુધવારે તેના સત્તાવાર ટ્વિટર પર આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.