- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં કરદાતાઓને રૂ. 1.12 લાખ કરોડ રીફંડ કર્યા છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 અને નવેમ્બર 1, 2021 વચ્ચે 91.30 લાખ કરતાં વધુ કરદાતાઓને 1,12,489 કરોડ રૂપિયા પરત કર્યા છે, જેમાં વ્યક્તિગત આવકવેરાના કેસમાં 89,53,923 કરદાતાઓને રૂ. 33,548 કરોડ રીફંડ કરવામાં આવ્યા હતા.
ઈન્કમ ટેક્સ વિભાગે જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ હેઠળ 1,75,692 કરદાતાઓને રૂ. 78,942 કરોડ રીફંડ કરવામાં આવ્યા હતા. કરદાતાઓને પરત કરવામાં આવેલી રકમમાંથી 58.22 લાખ રૂપિયા 11,086.89 કરોડની રકમ આકારણી વર્ષ 2021-22 (AY2022) માટે છે. અગાઉ આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે 23 ઓગસ્ટ સુધી નાણાકીય વર્ષ 2021-22 માટે ટેક્સ રીફંડ તરીકે રૂ. 51,531 કરોડ જારી કર્યા હતા. જેમાં 21,70,134 કેસમાં રૂ. 14,835 કરોડનું આવકવેરા રીફંડ અને 1,28,870 કેસમાં રૂ. 36,696 કરોડનું કોર્પોરેટ ટેક્સ રીફંડ સામેલ છે. નાણાકીય વર્ષ 2020-21માં 2.37 કરોડથી વધુ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. જે નાણાકીય વર્ષ 2019-20 કરતા 42 ટકા વધુ છે.
ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યાના 10 દિવસની અંદર આવકવેરા રીફંડ કરદાતાના ખાતામાં જમા થાય છે. જો કોઈ કરદાતા ટેક્સ રીફંડની રાહ જોઈ રહ્યા હોય તો તેણે ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યાના 10 દિવસની અંદર તેનું સ્ટેટસ ચેક કરવું જોઈએ.