- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: પેન્શન રેગ્યુલેટર PFRDAના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, પેન્શન ફંડ મેનેજર (PFM)ને જલ્દી જ આઈપીઓ અને ટોચના શેરોમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. પેન્શન રેગ્યુલેટર એન્ડ ડેવલરમેન્ટ ઓથોરિટીના ચેરમેન સુપ્રતિમ બંદોપાધ્યાયે કહ્યું કે, રેગ્યલેટરનો લક્ષ્ય રિટાયરમેન્ટ ફંડના સભ્યોની સંખ્યામાં વધારો કરવાનો છે. અત્યારે પેન્શન ફંડ મેનેજર્સ ફક્ત એ શેરોમાં રોકાણ કરી શકે છે જેની માર્કેટ કેપ રૂ. 5000 કરોડથી વધુ હોય અને જે વિકલ્પો અને ફ્યુચર્સ ટ્રેડિંગમાં ટ્રેડિંગ કરતા હોય.
બંદોપાધ્યાયે વધુમાં કહ્યું હતું કે આનાથી ફંડ મેનેજરો માટેની તકો મર્યાદિત થઇ જાય છે. તેમણે એવેન્યુ સુપરમાર્કેટ્સનું ઉદાહરણ આપ્યું હતું જેમાં પ્રતિબંધોને કારણે PFM રોકાણ કરી શક્યું નહોતું. તેમણે કહ્યું હતું કે અમે નવા નિયમોને બે કે ત્રણ દિવસમાં સૂચિત કરીશું જેમાં ઇક્વિટી રોકાણ કરી શકાય તેમ છે. તેમણે ઉમેર્યું હતું કે નવા નિયમો હેઠળ PFM IPO, ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) , વેચાણ માટેની ઓફરમાં રોકાણ કરવામાં સમર્થ હશે. આ સિવાય NSE અને BSE ના 200 ટોચના શેરોમાં પણ રોકાણને મંજૂરી આપવામાં આવશે.
બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ પર્સનલી તો ઇક્વિટીમાં વધુ રોકાણોની તરફેણ કરવાનું માને છે. જોકે જોખમો ઘટાડવા માટેના જરૂરી નિર્દેશો તો રહેશે. NPSના કુલ ગ્રાહકોની સંખ્યા 4.37 કરોડ છે જેમાંથી મહત્તમ 2.90 કરોડ અટલ પેન્શન યોજના હેઠળ છે. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2021-22માં અમે મેમ્બર બેસમાં એક કરોડનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ જેમાં અટલ પેન્શન યોજનાના 90 લાખ સભ્યો હશે.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં 2 હેઠળના ખાતા ખોલવાની સુવિધા મળે છે. તેમાં ટિયર-1 એકાઉન્ટ પેન્શન એકાઉન્ટ હોય છે, જ્યારે ટિયર-2 એકાઉન્ટ સ્વૈચ્છીક સેવિંગ એકાઉન્ટ છે. જે એનપીએસ સબ્સક્રાઈબરનું ટિયર-1 એકાઉન્ટ છે, તે ટિયર-2 એકાઉન્ટ ખોલી શકે છે. તેના માટે ઓફલાઈન કે એનપીએસ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો તમે રિટાયરમેન્ટ માટે બચત કરવા માંગતા હોય તો ગવર્નમેન્ટ સમર્થિત નેશનલ પેન્શન સિસ્ટનો ફાયદો લઈ શકો છો.