- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: સોવરેન ગોલ્ડ બોન્ડના નવા ઈશ્યૂમાં રોકાણકારો 5,000 રૂપિયા પ્રતિ ગ્રામ ગોલ્ડના દરે રોકાણ કરી શકશે. આ વાત ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગુરૂવારે કહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 સીરીઝ IX સબ્સક્રીપ્શન માટે સોમવારે 28 ડિસેમ્બર 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી ખુલ્લા રહેશે.
RBIએ કહ્યું કે, આ વખતે બોન્ડની ઈશ્યૂ પ્રાઈસ 5,000 રૂપિયા પ્રતિ ગ્રામ ગોલ્ડ નક્કી થઈ છે. આ બોન્ડની પ્રાઈસ 999 પ્યોરિટીવાળા ગોલ્ડ માટે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા ઓફરના પહેલા સપ્તાહના અંતિમ 3 દિવસો માટે પ્રકાશિત ક્લોજિંગ પ્રાઈસના સાધારણ સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે 22-24 ડિસેમ્બરના ક્લોજિંગ પ્રાઈસના આધારે આ વખતે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ પ્રાઈસ નક્કી થઈ છે.
આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે, ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી અને ડિજિટલ પેમેન્ટ કરનાર રોકાણકારોને પ્રતિ ગ્રામ સોના પ્રાઈસ પર 50 રૂપિયાની છૂટ મળશે. આવા ઓનલાઇન રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડ્સના ઇશ્યૂ પ્રાઈસ સોનાના પ્રતિ ગ્રામ રૂ. સિરીઝ- VIII ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈસ સોનાના પ્રતિ ગ્રામ 5,177 રૂપિયા હતો. આ શ્રેણી 9 નવેમ્બરના રોજ ખુલી અને 13 નવેમ્બરના રોજ બંધ થઈ હતી.
સોવરેન ગોલ્ડ બોન્ડની પ્રાઈસ પ્રતિ ગ્રામ ગોલ્ડના પ્રાઈસથી જોડાયેલ હોય છે. આનું એક યુનિટ 1 ગ્રામ ગોલ્ડનું હોય છે. રોકાણકાર ઓછામાં ઓછું એક યુનિટ ખરીદી શકે છે. આ બોન્ડ 8 વર્ષમાં મેચ્યોર થાય છે. 5 વર્ષ બાદ એક્ઝિટનો વિકલ્પ મળે છે, જેને વ્યાજ ચૂકવણીવાળા દિવસે એક્સસાઈઝ કરી શકાય છે.