- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: જો તમે નિવૃત્તિ માટે વધુ સારા રોકાણની યોજના શોધી રહ્યા છો, તો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની નવી યોજના તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ 20 જાન્યુઆરીએ રિટાયરમેન્ટ બેનેફિટ ફંડ લોન્ચ કર્યું છે. આ નવા ફંડ ઓફરમાં 3 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે. રિસ્ક પ્રોફાઇલમાં 4 પ્લાન્સ પ્રદાન કરતી એસબીઆઈ રિટાયરમેન્ટ બેનેફિટ ફંડ, એક સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ છે. આ યોજનામાં એસઆઇપી દ્વારા રોકાણકારો દીઠ રૂ. 50 લાખ સુધીનું ટર્મ વીમા કવચ પણ આપવામાં આવી રહ્યો છે. એસબીઆઈની આ નવી ફંડ ઓફરમાં બીજા ઘણા ફાયદા છે.
એસબીઆઈ રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ હેઠળ 3 વર્ષ અથવા તેથી વધુ સમયગાળા માટે રજીસ્ટર્ડ રોકાણકાર ટર્મ ઈન્શ્યોરન્સ કવર પસંદ કરી શકે છે. અકસ્માતની સ્થિતિમાં નોમિનીને 50 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. એસઆઈપી વીમાની વિશેષતા એ છે કે વીમા કવર પ્રથમ ત્રણ વર્ષમાં વધશે.
- વર્ષ 1: મંથલી એસઆઈપી ઈન્સ્ટોલમેન્ટનું 20 ગણું અથવા 50 લાખથી ઓછું
- વર્ષ 2: મંથલી એસઆઈપી ઈન્સ્ટોલમેન્ટનું 50 ગણું અથવા 50 લાખથી ઓછું
- વર્ષ 3: મંથલી એસઆઈપી ઈન્સ્ટોલમેન્ટનું 100 ગણું અથવા 50 લાખથી ઓછું
- વર્ષ 1 ઓનવર્ડ: મંથલી એસઆઈપી ઈન્સ્ટોલમેન્ટનું 20 ગણું અથવા 50 લાખથી ઓછું
ફંડનું સંચાલન ગૌરવ મહેતા (ઇક્વિટી), દિનેશ આહુજા (ફિક્સ્ડ ઈનકમ) અને મોહિત જૈન (વિદેશી સિક્યોરિટીઝ) દ્વારા કરવામાં આવશે; આ ફંડ 4 રોકાણ યોજનાઓ પ્રદાન કરી રહી છે, જેમાં અગ્રેસિવ (ઇક્વિટી ઓરિએન્ટ્ડ), એગ્ર્રેસિવ હાઇબ્રીડ (ઇક્વિટી ઓરિએન્ટેડ), કન્ઝર્વેટિવ હાઇબ્રીડ (ડેટ ઓરિએન્ટેડ) અને કન્ઝર્વેટિવ (ડેટ ઓરિએન્ટેડ) શામેલ છે.
ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સિવાય દરેક યોજનામાં 20% ગોલ્ડ ઇટીએફનું એક્સપોઝર, REIT / InVITs 10% સુધી અને એક્સપ્લોઝર અને ઓવરસિઝ ઇટીએફ સહિત ફોરેન સિક્યોરિટીઝમાં 35% સુધી અગ્રેસિલ પ્લાન મળી શકે છે. તે જ રીતે, અગ્રેસિવ હાઈબ્રિડ પ્લાન અને કન્ઝર્વેટિવ હાઈબ્રિડ પ્લાનમાં 15 ટકા અને કન્ઝર્વેટિવ હાઈબ્રિડ પ્લાનમાં 10 ટકા સુધી.
MY Choice ફેસિલિટી હેઠળ રોકાણકાર પસંદ કરી શકે કે તેને ક્યા પ્લાનમાં રોકાણ કરવું છે. એસબીઆઈ રિટાયરમેન્ટ બેનેફિટ ફંડ ઘણાં પ્રકારના ફીચર ઓફર કરી રહ્યું છે. આમાં ઉંમર અનુસાર રિટાયરમેન્ટ કોરપસને ઉપયુક્ત ઈન્વેસ્ટમેન્ટ પ્લાનને ટ્રાન્સફર કરવાની પણ સુવિધા અપાઈ છે. વર્તમાન ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે જોડાયેલ મહત્તમ ઉંમરથી વધુ ઉંમરના વ્યક્તિ માટે રિસ્ક પ્રોફાઈલ જોતા ઓટોમેટિક સ્વિચનું પણ ફિચર છે. જો કે, 40 વર્ષ સુધીના લોકોને અગ્રેસિવ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મળશે. 40-50 વર્ષની ઉંમરના લોકોને અગ્રેસિલ હાઈબ્રિડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન આપવામાં આવશે. 50-60 વર્ષના લોકોને કંઝર્વેટિવ હાઈબ્રિડ અને 60 વર્ષથી વધુ વર્ષના લોકોને કંઝર્વેટિવ પ્લાન મળશે.
રોકાણકાર સ્કીમમાં ડિવિડન્ડ વિકલ્પ પર SWP સુવિધાનો પણ લાભ ઉઠાવી શકે છે અને પોતાના રોકાણને ક્વાર્ટર આધારે સિસ્ટમેટિક રીતે ઉપાડી શકે છે. જો કે, આ લોક-ઈન પીરિયડને આધિન રહેશે. આ સુવિધા રોકાણકારોને રિટાયરમેન્ટ પછી પોતાના ખર્ચાઓને પૂરા કરવામાં મદદ કરી શકે છે.
ઓછામાં ઓછું કેટલું રોકાણ, લોક ઈન અવધિ
ઓછામાં ઓછી SIP- 1000 રૂપિયા
મિનિમમ પરચેજ અમાઉન્ટ- 5000 રૂપિયા
લોક ઈન અવધિ- 5 વર્ષ અથવા રિટાયરમેન્ટની ઉંમર એટલે કે 65 વર્ષ સુધીમાં જે પણ ઓછી હોય