- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: નવા વર્ષે સરકારે નોકરી કરનારા લોકોને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે પ્રોવિડન્ડ ફંડ પર મળતા 8.5% વ્યાજ સંપૂર્ણ જમા કરવાની મંજૂરી આપી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને હવે ખાતામાં એકવાર પૈસા ટ્રાન્સફર કરવાની પરવાનગી મળી ગઈ છે. સરકારના આ નિર્ણય પછી હવે એક જ વારમાં ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા થશે. અગાઉ ઇપીએફઓ બે હપ્તામાં 8.5 ટકા વ્યાજ બે હપ્તામાં જમા કરતું હતું. સપ્ટેમ્બરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 8.5 ટકા વ્યાજની આ રકમને બે હપ્તામાં (8.15 અને 0.35 ટકા)માં મોકલવામાં આવશે. પણ શ્રમ મંત્રાલયે આ મહિને નાણા મંત્રાલયને આ પ્રસ્તાવ મોકલીને 2019-20 માટે પીએફ 8.5 ટકા વ્યાજ એક હપ્તામાં જમા કરવાની મંજૂરી માંગી હતી. નાણાં મંત્રાલયના આ નિર્ણયથી ઇપીએફઓમાં નોંધાયેલા 6 કરોડ ખાતાધારકોને લાભ થશે. અંગ્રેજી મીડિયા અનુસાર સરકાર ટૂંક સમયમાં ખાતાધારકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે.
વ્યાજ દરના આ પ્રસ્તાવ અંગે નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયની બેઠક આ અઠવાડિયે મળી હતી, જેના પછી કર્મચારી ભવિષ્ય નિધિની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, કર્મચારીની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પીલ્ટ વ્યાજ દરને એક કરવા માટે મંત્રાલયને એક સૂચન રજૂ કરાયું હતું.
નાણાં મંત્રાલયની મહોર પછી, હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2019-20 માટે કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં 8.50 ટકા વ્યાજ જમા કરશે. અગાઉ, ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2019 માં 8.65 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. નાણાકીય વર્ષ 2020 માં ઇપીએફ પર વ્યાજ 8.5 ટકા છે, જે 7 વર્ષમાં સૌથી ઓછું છે. એવું માનવામાં આવે છે કે ખાતામાં સંપૂર્ણ વ્યાજ ટ્રાન્સફર કરવાથી ખાતા ધારકોને ફાયદો થશે. આ સાથે ઈપીએફઓની મુશ્કેલીઓ પણ ઓછી થશે. તમે તમારા પીએફ ખાતાનું બેલેન્સ ઓનલાઇન અથવા મિસ કોલ આપીને જાણી શકો છો.
પીએફ બેલેન્સ ચેક કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તમે એસએમએસ, મિસ્ડ કોલ અથવા ઓનલાઇન પીએફ બેલેન્સ ચકાસી શકો છો. EPFO તેના ગ્રાહકોને પીએફ બેલેન્સ ચકાસવાની મંજૂરી આપે છે. તમે SMS દ્વારા EPF બેલેન્સ પણ ચકાસી શકો છો. બેલેન્સ તપાસવા માટે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN ENG લખો અને 7738299899 પર મેસેજ કરો. ENG એ પ્રથમ ત્રણ અક્ષરોનું વર્ણન કરે છે કે તમને કઈ ભાષામાં માહિતી જોઈએ છે. સંદેશની સુવિધા અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં ઉપલબ્ધ છે.