- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ: કોરોનાકાળ બાદ જો તમે નોકરી બદલી નાખી હોય તો આ સમાચાર ખાસ આપની માટે જ છે. નોકરી બદલવાની સાથે તમને એક નવો જ PF એકાઉન્ટ નંબર મળે છે. પરંતુ તમે ઇચ્છો તો તમે તમારા જૂના PF ખાતામાંથી જમા રકમ ઉઠાવી શકો છો. જો તમે તમારા PFની રકમને પહેલાંની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવા ઇચ્છો છો તો તમે હવે આ કામ બિલકુલ સરળતાથી કરી શકો છો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) PF ટ્રાન્સફર કરવાની ઓનલાઇન સુવિધા આપે છે.
EPFO એ ખુદ ટ્વિટ કરીને આ પ્રક્રિયા જણાવી
EPFO એ હવે PF ટ્રાન્સફર કરવાની સુવિધાને હવે ઓનલાઇન કરી દીધી છે. EPFO એ ખુદ ટ્વિટ કરીને આ પ્રક્રિયાને વિશે જણાવ્યું છે. અમે આપને જણાવી દઇએ કે, કેવી રીતે તમે EPF એકાઉન્ટમાં જમા રકમને નવા EPF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
પૈસા ટ્રાન્સફર કરવા માટે નીચેના આ સ્ટેપ્સ ફોલો કરો
Step 1: ‘Unified Member Portal’ પર જાઓ અને અહીં યૂએએન અને પાસવર્ડને LogIn કરો.
Step 2: ‘Online Serrvice’ પર જાઓ અને Online Member-One EPF Account (Transfer Request) પર ક્લિક કરો.
Step 3: વર્તમાન નોકરી સાથે સંબંધિત Personal Information અને PF Account ને વેરિફાઇ કરો.
Step 4: Get Details પર ક્લિક કરો. તમારી જૂની નોકરીના ભવિષ્ય નિધિ એકાઉન્ટની માહિતી દેખાશે.
Step 5: ફોર્મની ચકાસણી માટે અગાઉના એમ્પ્લોયર અથવા વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઇ એકને પસંદ કરો.
Step 6: યૂએએન રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મેળવવા માટે ‘Get OTP’ પર ક્લિક કરો અને ‘OTP’ એન્ટર કરો અને પછી Submit પર ક્લિક કરી દો.
ઓટીપી નાખ્યા બાદ તમારી કંપનીને ઓનલાઇન મની ટ્રાન્સફર પ્રોસેસની રિક્વેસ્ટ જશે. પહેલા કંપની પૈસા ટ્રાન્સફર કરશે અને પછી ઇપીએફઓના ફીલ્ડ ઓફિસર તેને વેરિફાઇ કરશે. ટ્રાન્સફર રિક્વેસ્ટ પુરી થઇ છે કે નહી તેના માટે તમે ટ્રેક ક્લેમ સ્ટેટસ પર જઇ પોતાનું સ્ટેટસ ચેક કરી શકો છે. ઓનલાઇન ટ્રાન્સફર માટે તમારે ફોર્મ 13 ભરી તમારી જુની કે નવી કંપનીને આપવું પડશે.
આ રીતે ઘરે બેઠા EPFO બેલેન્સ ચેક કરો
- પોતાના સજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738399899 પર ‘EPFOHO UAN LAN’ પર મોકલો.
- 011-22901406 પરથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી મિસ્ડ કોલ કરો.
- ‘EPF Passbook Portal’ પર જાઓ, પોતાનો UAN અને પાસવર્ડથી લોગ-ઇન કરો. ‘Download/View Passbook’ પર ક્લિક કરો.
- EPFO પર જઇ, ‘Employee Centric Services’ પર ક્લિક કરો, ‘View Passbook’ સિલેક્ટ કરો અને પાસબુક જોવા માટે UANથી લોગ-ઇન કરો.