- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન LIC હાઉસિંગે એક નવી હોમ લોન પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ યોજનાને ગૃહ વરિષ્ઠનું નામ આપવામાં આવ્યું છે. તેની હેઠળ વરિષ્ઠ લોનધારકોની લોનને સમયગાળા દરમિયાન છમાસિક હપ્તાની રાહત આપવામાં આવશે. આ યોજનાનો લાભ પરિભાષિત લાભ પેંશન યોજના હેઠળ આવનારા કમર્ચારીઓ અને પેંશનધારકોને આપવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માસિક હપ્તામાં ચુકવણી પર રાહત 37માં,38માં,73માં,121માં અને 122માં હપ્તામાં આપવામાં આવશે. આ હપ્તાની બાકી રકમ મૂળ રાશિમાં સમાયોજિત કરવામાં આવશે. એલઆઈસી હાઉસિંગ અગાઉ પણ આ રીતે હપ્તામાં રાહત આપી ચૂકું છે. નિવેદન અનુસાર આ યોજના હેઠળ લોન લેનાર વ્યક્તિની ઉંમર 65 વર્ષ સુધી હોવી જોઈએ. લોનનો સમયગાળો 80 વર્ષની ઉંમર અથવા વધુમાં વધુ 30 વર્ષ બેમાંથી જે પહેલા હશે ત્યાં સુધી રહેશે.
ઈએમઆઈમાં રાહત યોજના હેઠળ આપવામાં આવી રહેલ એક વધારાનો લાભ છે. લોનનો ઉપયોગ એપાર્ટમેન્ટ ખરીદવા અથવા ઘર બનાવવા અથવા હયાત સંપત્તિના સમારકામ કે વિસ્તાર માટે પણ કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્રેડિટ લિંક્ડ સબસીડી યોજનાને પૂર્ણ કરનારા લોનધારકો 2.67 લાખ રૂપિયા સુધીની વ્યાજ સબસીડી લેવા માટે પાત્ર છે.