- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: PPFમાં રોકાણ કરવા વાળા માટે સારા સમાચાર છે. પીએફમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા અથવા એનાથી વધુ યોગદાન પર લાગતું ટેક્સ પીપીએફ પર લાગુ નહિ કરે. એક સિનિયર અધિકારીએ આ વાત કહી છે. નાણામંત્રીએ 2021-22ના બજેટ પ્રસ્તાવમાં આ ટેક્સની ઘોષણા કરી હતી. ત્યારથી જ આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જે PPF ને પણ એના દાયરામાં લાવવામાં આવી શકે છે.
પરંતુ અધિકારીએ કહ્યું કે, આ સીમા પીપીએફ પર લાગુ નથી થાય કારણ કે એમાં પહેલા જ વાર્ષિક 1.5 લાખ રૂપિયા કોન્ટ્રીબ્યુશનની લિમિટ છે. સરકારે 1 એપ્રિલથી શરુ થનાર આ નાણાકીય વર્ષમાં પ્રતિવર્ષ 2.5 લાખ રૂપિયા અથવા એનાથી વધુ PF યોગદાન પર મળવા વાળા વ્યાજને ટેક્સના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. અધિકારીએ કહ્યું કે EPF એ જીપીએફ પર છૂટ હટાવી લેવામાં આવી છે. એક્ટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે Central Board of Direct Taxes (CBDT)એ એમને મોકલેલા સવાલોના જવાબ આપ્યા નથી. EPFમાં 2.5 લાખ રૂપિયાથી વધુ યોગદાન પર મળવા વાળા વ્યાજ પર ટેક્સ બજેટમાં મુખ્ય ઘોષણામાંથી એક હતી. ટેક્સ વિશેષજ્ઞો મુજબ બજેટ મેમોરેન્ડરમાં સપષ્ટ કરવામાં નથી આવ્યું કે આ નિયમ ક્યાં લાગુ થશે. એનાથી ભ્રમની સ્થિતિ ઉભી થાય છે.
Deloitte Indiaમાં પાર્ટનર આરતી રાઓટે કહ્યું કે, મેમોરેન્ડમમાં જે સેકશન્સનો ઉલ્લેખ કર્યો છે એમાં પીપીએફ શામેલ છે પરંતુ પીપીએફમાં વાર્ષિક લિમિટ 1.5 લાખ રૂપિયા છે. માટે બેન્ક આ સીમાથી વધુ રકમ સ્વીકાર નહિ કરે. માટે ટેક્સપેયર્સ કોઈ પણ હાલતમાં 2.5 લાખ રૂપિયાની સીમાને પાર નહિ કરે.
કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે ઇનકમ ટેક્સ કાનૂનમાં ફેરફારથી પીપીએફ પર કોઈ અસર નથી થાય કારણ કે પીપીએફ કોન્ટ્રીબ્યુશનમાં કોઈ પણ ફેરફાર માટે પીપીએફ એક્ટમાં સંશોધન કરવું પડશે. ઇવાઇમાં ટેક્સ પાર્ટનર શાલિની જેનએ કહ્યું, જ્યાં સુધી પીપીએફમાં નિયમોમાં ફેરફાર નહિ થાય અને ટેક્સપેયર્સને પીપીએફમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ જમા કરવાની મંજૂરી નહિ આપી શકાય. ત્યાં સુધી સેક્સન 10(1)માં ફેરફારનું PPF પર કોઈ અસર નહિ થાય.