- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના સબસ્ક્રાઈબર્સ આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આજે પગાર મુજબ પેન્શન કેસમાં સુનાવણી યોજાવાની છે. ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશ બેંચ સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદા સામે 21 મહિના પછી ઇપીએફઓ અને શ્રમ મંત્રાલયે દાખલ કરેલી સમીક્ષા અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી કરશે, જેમાં સુપ્રીમ કોર્ટ અને કેરળ હાઈકોર્ટે કર્મચારીઓના પગાર મુજબ તેમને પેન્શન આપવાનો હુકમ કરાયો હતો.
હકીકતમાં, વર્ષ 2014માં ઇપીએફઓએ એક નિયમ બનાવ્યો હતો કે વધુમાં વધુ 15,000 રૂપિયાના પગાર પર પેન્શનની ગણતરી કરવામાં આવશે. એટલે કે, જો જોબની કુલ અવધિ 35 વર્ષ ગણવામાં આવે તો ઇપીએફઓના સબસ્ક્રાઈબર્સનું મહત્તમ પેન્શન ફક્ત 7500 રૂપિયા રહેશે. ઇપીએફઓના નિર્ણય સામે તેના સબ્સ્ક્રાઇબર્સે કોર્ટના દરવાજા ખખડાવ્યા. જો સુપ્રીમ કોર્ટ તેના જૂના નિર્ણયને સમર્થન આપે તો કર્મચારીઓના પીએફ ખાતાના બંધારણમાં ધરખમ ફેરફાર થશે. તેમજ વધુ પગાર વાળા કર્મચારીઓને વધુ પેન્શન મળવાની રસ્તો પણ સાફ થઈ જશે.
ઇપીએફઓના અધિકારીઓ કહે છે કે, હાલમાં ઈપીએફઓના 23 લાખ સબસ્ક્રાઈબર્સ દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવે છે, જ્યારે પીએફમાં તેમનું યોગદાન તેના એક ચતુર્થાંશ કરતા ઓછું છે. તેને ધ્યાનમાં રાખીને શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કેબિનેટ સમિતિને આ સંદર્ભમાં કેટલાક સૂચનો આપ્યા છે. આ અધિકારીઓ કહે છે કે ઇપીએફઓ ચાલુ રાખવા અને ફંડને વધુ સુસંગત બનાવવા માટે ઇપીએફઓના બંધારણમાં ફેરફાર કરવાની જરૂર છે.
2014ના ઇપીએફઓના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો પગાર વધારે હોય અને વધારે પેન્શન જોઈતું હોય તો તેણે પીએફમાં 1.16%નો વધારાનો ફાળો આપવો પડશે. આ ઉપરાંત, પેન્શનની ગણતરી માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે જે સરેરાશ 5 વર્ષના માસિક પગાર તરીકે છે, જ્યારે તે અગાઉ એક વર્ષ હતો. આનાથી કર્મચારીઓના પેન્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો. 2019માં કેરળ હાઈકોર્ટે ઇપીએફઓના આ નિર્ણયને રદ કરતાં કહ્યું કે, પેન્શનમાં પગારની ગણતરીની જૂની પદ્ધતિ એટલે કે સરેરાશ એક વર્ષના પગારની અમલવારી કરવી જોઈએ. આ ઉપરાંત સમગ્ર સેલરી પર પેન્શન આપવાનો આદેશ આપ્યો છે
ત્યારે કેરળ હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ઈપીએફઓ અને લેબર મિનિસ્ટ્રીએ અરજી દાખલ કરી, જેનાથી સુપ્રીમ કોર્ટે પણ આ વર્ષે નામંજૂર કરી દીધી. કેરળ હાઈકોર્ટે પૂરી સેલેપી પર પેન્શન આપવાનો નિર્ણય આપ્યો હતો, જેને સુપ્રીમે યથાવત રાખ્યો હતો. એટલે કે 15,000 રૂપિયા વેતન પર પેન્શન આપવાની શરતને ખતમ કરી દીધી. પરંતુ શ્રમ મંત્રાલય અને ઈપીએફઓએ આ કહેતા સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી જો એમ થયું તો ઈપીએફઓની નાણા વ્યવસ્થામાં ખલેલ થશે. આજે આ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે.