- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 6 કરોડ પગારદાર અને પેન્શનધારોકને એવો મોટો આંચકો આવ્યો છે કે તેમની માટે હોળીના તહેવાર પહેલા હૈયા હોળી જેવી સ્થિતિ સર્જાઇ છે. મોંઘવારીની વધી રહેલી ભીંસ વચ્ચે કેન્દ્ર સરકારે EPFO એ આગામી નાણાંકીય વર્ષ માટે PFના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.
સરકારે નાણાંકીય વર્ષ 2021-22 માટે પીએફ પર વ્યાજદર ઘટાડીને 8.1% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે છેલ્લા 43 વર્ષનો સૌથી નીચો વ્યાજદર છે. ગત વર્ષે પીએફનો વ્યાજદર 8.5% હતો. કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી પીએફના વ્યાજદર સ્થિર હતા.
CBDTના એક અધિકારીએ જણાવ્યું કે બોર્ડ દ્વારા ઈપીએફ વ્યાજદર 8.1% નક્કી કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્યાજદર છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 8 કે 8.1%નો વ્યાજદર 1977-78ના તળિયે પહોંચ્યો છે. ત્યારે પણ વ્યાજદનો દર 8% હતો.
ઈપીએફઓ ટ્રસ્ટી દ્વારા વ્યાજદર નક્કી કર્યા બાદ અંતિમ નિર્ણય નાણામંત્રાલયને મોકલવામાં આવશે અને સરકાર તેના પર અંતિમ નિર્ણય કરશે. એવું પણ માનવામાં આવે છે કે નાણાં મંત્રાલયના કહેવા પર પીએફ બોર્ડે વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠકમાં લેવાયેલા વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય હવે મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે.
છેલ્લા બે નાણાકીય વર્ષથી વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 2019-20માં પહેલીવાર વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21માં પણ તેને 8.5 ટકા રાખવામાં આવ્યું હતું. હાલમાં લગભગ 6 કરોડ ગ્રાહકો ઇપીએફઓ સાથે જોડાયેલા છે.
મોદી સરકારમાં PFના વ્યાજદરમાં સતત ઘટાડો
કેન્દ્રમાં ભાજપ સરકાર આવી ત્યારથી પીએફના વ્યાજદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે વ્યાજ દર 8.75 ટકા હતો. નાણાકીય વર્ષ 2014-15માં વ્યાજ દર 8.75 ટકા, નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.80 ટકા, નાણાકીય વર્ષ 2016-17માં વ્યાજ દર 8.65 ટકા, નાણાકીય વર્ષ 2017-18માં નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા અને નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા અને નાણાકીય વર્ષ 2019-20માં 8.5 ટકા વ્યાજ દર હતો. હવે નાણાંકીય વર્ષ 2021-22 માટે 8.1 ટકા વ્યાજદર નક્કી કરાયો છે જે છેલ્લા 43 વર્ષનો સૌથી નીચો વ્યાજદર છે.