- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના ગ્રાહકોને કોવિડ-19ને કારણે આવી રહેલ મુશ્કેલીઓ સામે સમાધાન માટે અત્યાર સુધી 52 લાખ વિડ્રો દાવાઓનું નિવારણ કર્યું છે. આ હેઠળ સંગઠને 13,300 કરોડ રૂપિયા વિતરિત કર્યા છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે બુધવારે જણાવ્યું કે, સરકારે માર્ચમાં એક કોવિડ-19ની સંકટપૂર્ણ સ્થિતિમાં નોન-રિફંડેબલ એડવાન્સ પેમેન્ટ પ્લાનની જોગવાઈ કરી હતી.
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને 6 કરોડ ઇપીએફ ખાતા ધારકોને રાહત આપતી વખતે તેમની થાપણો એડવાન્સ વિડ્રોની સુવિધા આપી હતી. ઇપીએફઓએ આના માટે ઇપીએફ સ્કીમ-1952માં ફેરફાર કરતી વખતે કહ્યું કે, કર્મચારી તેમના ખાતામાં જમા કરેલી 75% રકમ ત્રણ મહિનાના પગારની રકમ ઉપાડી શકે છે. કર્મચારીઓ આ નાણાંનો ઉપયોગ તેમની જરૂરિયાતો માટે કરી શકે છે અને તેને ફરીથી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
લેબર કોડના ઈમ્પ્લીમેન્ટેશન અંગે કેન્દ્રીય મંત્રીએ ઈન્ડસ્ટ્રી રિપ્રેઝનેટેટિવ્સ પાસેથી ડ્રાફ્ટ રૂલ્સ પર ફીડબેક માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, સોશિયલ સિક્યોરિટી અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા અને કામ કરવાની પરિસ્થિતિઓ અંગે 3 લેબર કોડ્સનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ અંગે કેન્દ્રીય મંત્રીએ સૂચનો માંગ્યો છે. આ લેબર કોડ આ વર્ષે ચોમાસા સત્ર દરમિયાન પાસ થયું હતું. પગાર અંગે સંસદે ગત વર્ષે લેબર કોડ પાસ કર્યો હતો અને તેને સંબંધિત નિયમને અંતિમ રૂપ આપ્યું છે. હવે સરકાર આ ચારેય કોડ્સને આગામી વર્ષે 1 એપ્રિલથી લાગૂ કરવા માંગે છે.
ઈપીએફઓ આ મહિને એટલે કે ડિસેમ્બરના અંત સુધી એમ્પલોય પ્રોવિડન્ડ ફંડ ( EPF) પર નાણાકીય વર્ષ 2019-20નું વ્યાજ નાખી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ પર નાણાકીય વર્ષે 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે.