- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ 6 કરોડ રોજગાર ધરાવતા લોકો માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં પીએફ વ્યાજની રાહ જોઈ રહેલા કર્મચારીઓના ખાતામાં મોટી રકમ જમા થઈ જશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડ ખાતાધારકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા કે જુલાઈના અંતમાં ખાતામાં PFના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે, પરંતુ 31 જુલાઈ સુધી EPFO એ નાણાં ટ્રાન્સફર કર્યા નથી. હવે પીએફ ખાતા ધારકો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના પીએફના રૂપિયા ઓગસ્ટ મહિનામાં ટ્રાન્સફર થઈ જશે. EPFO એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે PF વ્યાજના પૈસા ક્યારે આવશે.
ટ્વિટર પર એક એકાઉન્ટ હોલ્ડરે EPFO ને ટેગ કરીને સવાલ પૂછ્યો હતો કે EPFO દ્વારા વ્યાજની રકમ ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંગે EPFO એ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જવાબ આપ્યો છે કે જ્યારે પણ ખાતામાં વ્યાજ જમા થશે ત્યારે તેને એકસાથે જમા કરવામાં આવશે અને સંપૂર્ણ રકમ આપવામાં આવશે. વ્યાજને લઇને કોઈને નુકસાન નહીં થાય. જોકે, EPFO એ કહ્યું નથી કે વ્યાજના પૈસા ક્યારે PF ખાતામાં ટ્રાન્સફર થશે. જણાવી દઇએ કે સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ મંજૂર કર્યું છે.
SMS દ્વારા બેલેન્સ જાણો
જો તમારો UAN નંબર EPFO સાથે રજીસ્ટર છે, તો તમારા PF બેલેન્સની માહિતી મેસેજ દ્વારા પ્રાપ્ત થશે. આ માટે તમારે EPFOHO ને 7738299899 પર મોકલવું પડશે. તમારી PF માહિતી મેસેજ દ્વારા ઉપલબ્ધ થશે.
જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે, તો તમારે તેને EPFOHO UAN લખીને મોકલવી પડશે. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ જાણવા માટે જરૂરી છે કેતમારુ UAN, બેંક એકાઉન્ટ, પેન અને આધાર સાથે લિંક હોવું જોઈએ.
મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી, તમારે 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે.આ પછી, EPFO ના મેસેજ દ્વારા PF ની વિગતો પ્રાપ્ત થશે. અહીં પણ તમારું UAN, PAN અને આધાર લિંક હોવું જરૂરી છે.