- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓ એ કોરોના મહામારીની બીજી લહેરમાં પોતાના ખાતાધારકોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇફીએફઓના જણાવ્યા મુજબ હવે પીએફ ખાતાધારકો બીજી બાજુ પણ નોન- રિફંડેબલ કોવિડ એડવાન્સનો ફાયદો ઉઠાવી શકશે. સરકારે પાછલા વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ ઇપીએફઓના ખાતાધારકોને એડવાન્સ લેવાની સુવિધા આપી હતી. આ સુવિધા હેઠળ પીએફ ખાતાધારકો પોતાના પીએફ એકાઉન્ટમાં જમા થયેલી રકમના 75 ટકા કે ત્રણ મહિનાના પગાર જેટલી રકમ જેમાંથી જે ઓછી હોય તેના જેટલી રકમ ઉપાડી શકે છે.
શ્રમ મંત્રાલયે આજે એક પરિપત્ર જારી કહ્યુ કે, કોવિડ-19 મહામારીની બીજી લહેરથી પોતાના ખાતાધારકોને રાહત આપવા માટે ઇપીએફઓ એ પોતાના સભ્યોને બીજું નોન – રિફંડેબલ કોવિડ એડવાન્સ લેવાની મંજૂરી આપી છે. એટલે કે પાછલા વર્ષે કોરોના સંબંધિત ખર્ચાઓના નિરાકરણ માટે પોતાના પીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ ઉપાડી લેનાર ખાતાધારકો વધુ એકવાર એડવાન્સ મેળવી શકે છે. મંત્રાલયના મતાનુસાર કોરોના સંકટની સાથે સાથે બ્લેક ફંગ્સની અસરને ધ્યાનમાં રાખતા આ રાહતની જાહેરાત કરવામાં આવી છે.
આપેલ નિવેદન મુજબ કોવિડ એડવાન્સથી મહામારી દરમિયાન પીએફ ખાતાધારકોને ઘણી મદદ મળી છે. ખાસ કરીને એવા ખાતાધારકો તેમનું માસિક વેતન 15,000થી ઓછુ છે. અત્યાર સુધી 76.31 લાખ કર્મચારીઓએ કોવિડ-19 નોન રિફંડેબલ એડવાન્સ મેળવ્યુ છે. આ કર્મચારીઓએ એડવાન્સ પેટે 18,698.15 કરોડ રૂપિયાની રકમ ઉપાડી છે. ઇપીએફઓના સભ્યોની દાવાની પતાવડ ઝડપથી કરવા માટે વિશેષ પગલાં લેવાયા છે, જે અરજી કર્યાના 3 દિવસની અંદર જ ખાતાધારકના એકાઉન્ટમાં નાણાં જમા કરાવી શકાય.