- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પેન્શનરો માટે મોટી રાહત જાહેર કરેલ છે. પેન્શનર માટે લાઈફ સર્ટીફિકેટ એટલે કે હયાતી નું પ્રમાણપત્ર રજુ કરવાની અંતિમ તારીખ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી લંબાવી દીધી છે. પી.એફ વિભાગ ના નિર્ણયથી ૩૫ લાખથી વધુ પેન્શન ને લાભ થશે.
અગાઉ, સરકારે ૩૧,ડીસેમ્બર,૨૦૨૦ અંતિમ તારીખ નક્કી કરેલ હતી. જે પેન્શનરો પોતાનું હયાતું નું પ્રમાણપત્ર જમા નથી કરાવી શક્યા તેવા પેન્શનર નું પેન્શન અટકાવવામાં આવશે નહિ. કોરોના સમયગાળામાં લોકોની સુવિધા માટે લાઈફ સર્ટીફિકેટ સબમિટ કરાવવાની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર માં વઘતા જતા કોરોના કેસ ને કારણે અને દરેક પેન્શનર ના સ્વાસ્થ્ય ને ધ્યાન પર રાખીને અમદાવાદ પીએફ કચેરી દ્વારા કચેરી ના કાર્યાલય માં ચાલતું હયાતી પ્રમાણપત્ર અંગેનું કામ મોફૂફ રાખેલ છે જેની દરેક પેન્શનરો એ નોધ લેવી અને દરેક પેન્શનરો ને નમ્ર વિનંતી છે કે હાલ ના સમય ગાળા દરમ્યાન કચેરી ની મુલાકાત ન લેવી અને વધુ માં પેન્શનર પોતાનું હયાતી નું પ્રમાણ પત્ર નજીકની બેંક શાખા અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા નજીક ની પોસ્ટ ઓફીસ પર ડીજીટલ લાઈફ સર્ટીફિકેટ સબમિટ કરી શકે છે.