- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : શેરબજાર અને મ્યુ. ફંડ્સમાં જંગી વળતરથી બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પ્રત્યે લોકોનું આકર્ષણ ઘટી રહ્યુ છે. આથી બેન્ક એફડીને વધુ આકર્ષક બનાવવા માટે તેનો લોક-ઇન પીરિયડ હાલના પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની માંગણી કરવામાં આવી છે.
બજેટ અપેક્ષા રજૂ કરતા ઇન્ડિયન બેન્ક એસોસિએશન (આઇબીએ)એ બેન્ક એફડીને વધારે આકર્ષક બનાવવા માટે નાણાં મંત્રાલયની પાસે લોક-ઇન પીરિયડ ઘટાડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. એસોસિએશને કહ્યુ કે, બેન્ક એફડીનો લોક-ઇન- પીડિયર પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવે અને ત્યારબાદ તેને ટેક્સના દાયરામાં લાવવી જોઇએ. જેથી રોકાણ માટેના અન્ય સ્ત્રોતોની તુલનાએ બેન્ક એફડીનું આકર્ષણ ફરી વધી શકશે.
હાલ મ્યુ. ફંડની ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ઇએલએસએસ)માં લોક-ઇન પીરિયડ ત્રણ વર્ષનો છે. જો ત્રણ વર્ષના લોક-ઇન પીરિયડ પહેલા તેને ઉપાડવામાં આવે તો ટેક્સ લાગે છે. ઉપરાંત મ્યુ. ફંડ્સમાં કરેલા રોકાણ પર આવકવેરાના નિયમો અનુસાર કરકપાતનો પણ લાભ મળે છે.
બેન્ક એફડીનું આકર્ષણ ઘટવાનું મુખ્ય કારણ પાંચ વર્ષ જેટલુ લાંબુ લોક-ઇન- પીરિડય અને અન્ય બચત યોજનાઓ કરતા ઓછું વળતર એટલે વ્યાજદર છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં બેન્ક એફડી પર મળતું વ્યાજ રૂપી વળતર ઘટીને 10 વર્ષના તળિયે જતુ રહ્યુ છે. કેટલીક મોટી બેન્કો ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર પાંચથી છ ટકા વ્યાજ આપે છે. જેની સામે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)ના વ્યાજદર છેલ્લા ઘણા વર્ષોથી એકંદરે 8.50 ટકાના સ્તરે સ્થિર રહ્યા છે. ઉપરાંત કોરોનાકાળમાં શેરબજારની અભૂતપૂર્વ તેજીથી આકર્ષાઇ ઘણા લોકો બેન્ક એફડીના બદલે સ્ટોક્સ અને મ્યુ. ફંડ્સમાં નાણાં રોકી રહ્યા છે. જેના પગલે બેન્કોની એફડીમાં ઘટાડો થઇ રહ્યો છે.