- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: અટલ પેન્શન યોજના અંતર્ગત સરકાર 1000થી 5000 રૂપિયા મહિનાના પેન્શનની ગેરેન્ટી આપે છે. અટલ પેન્શન યોજનમાં 60 વર્ષ પછીની ઉંમરને આધારે મળતા પેન્શનને વહેંચવામાં આવે છે. મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી બે પેન્શન સ્કીમો લોકોને ખુબ ગમી રહી છે. કોવિડ-19ની મહામારીના સંકટમાં અટલ પેન્શન યોજના (AYP ) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS ) અંતર્ગત ખાતા ધારકોની સંખ્યા ફેબ્રુઆરી 2021ના અંતમાં 22 ટકાથી વધીને 4.15 કરોડ થઇ ગઈ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ( PFRDA ) ના અનુસાર ફેબ્રુઆરી 2021 સુધી વિભિન્ન યોજનાઓમાં ખાતા ધારકોની સંખ્યા ફેબ્રુઆરી 2020ના 3.43 કરોડથી વધીને 4.14 કરોડ થઇ ગઈ છે. જે વાર્ષિક આધાર પર 21.85 ટકાનો વધારો દર્શાવે છે.
28 ફેબ્રુઆરી 2021 સુધી મેનેજમેન્ટ હેઠળ કુલ પેન્શન સંપત્તિ 5,59,594 કરોડ રૂપિયા હતા જે એક વર્ષ પેહલાની સમાન સમયગાળાની તુલનામાં 33.09 ટકા વધુ છે. નેશનલ પેન્શન સિસ્ટમ સરકાર, સ્વાયત્ત સંસ્થા અને કોર્પોરેટ સેક્ટર માટે છે. સાથે જ અટલ પેન્શન સ્કીમ અસંગઠિત ક્ષેત્રોના લોકો માટે છે. આનાથી તેઓ પોતાની વૃદ્ધાવસ્થાને સારીરીતે પસાર કરી શકે છે. ચાલો તમને જણાવીએ આ સ્કીમ વિશે…
APY માં દર મહિને આટલા પેન્શનની ગેરેન્ટી
અટલ પેન્શન યોજના અંતર્ગત સરકાર 1000થી5000 રૂપિયા મહિનાના પેન્શનની ગેરેન્ટી આપે છે. અટલ પેન્શન યોજનાંના પ્લાનમાં 60 વર્ષની ઉમર પછી મળવાપાત્ર પેન્શનને આધાર પર વહેંચવામાં આવ્યું છે.જેમાં 1000,2000,3000,4000 અને 5000 રૂપિયા દર મહિને પેન્શન પ્રાપ્ત કરવાનો પ્લાન છે. જો તમે 1000 પેન્શનના રૂપમાં 1000 રૂપિયા મેળવવા માંગો છો તો એ પ્રમાણે તમારે હપ્તો આપવો પડશે અને 5000 રૂપિયા મેળવવા માંગો છો તો એ પ્રમાણે એમાઉન્ટ વધી જશે.
કેવી રીતે ખોલશો APY ખાતું
પોસ્ટ ઓફિસ અને બેન્કમાં જ્યાં વ્યક્તિની બચત બેન્ક હોય ત્યાં સંપર્ક કરવો અને ખાતું ન હોય તો નવું ખાતું ખોલાવી શકો છો. બેન્ક / પોસ્ટ ઓફિસ બચત બેન્ક ખાતા નંબર ઉપલબ્ધ કરાવો અને બેન્ક કર્મચારીઓની મદદથી APY ખાતું ખોલાવવા માટેનું ફોર્મ ભરો.
આધાર / મોબાઈલ નંબર પણ આરો. તે જરૂરી નથી પરંતુ તેનાથી જાણકારી મેળવવામાં સરળતા રહે છે. માસિક/ત્રિમાસિક/છમાસિક યોગદાન ટ્રાન્સફર કરવા માટે બચત બેન્ક ખાતું / પોસ્ટ ઓફિસમાં જરૂરી રકમ રાખવી આવશ્યક છે.
કેવી રીતે કરશો યોગદાન ?
APY માટે યોગદાન મહિનાની કોઈપણ વિશેષ તારીખે બચત બેન્ક ખાતું,પોસ્ટ ઓફિસ બચત ખાતાના માધ્યમથી ચુકવણી કરી શકાય છે. માસિક યોગદાનની દિશામાં પહેલા મહિને કોઈપણ દિવસે યોગદાનની દિશામાં ત્રિમાસિક પહેલા કોઈપણ દિવસે અર્ધવાર્ષિક યોગદાનના મામલામાં છમાસિકના પહેલા મહિને કોઈપણ દિવસે.
42 રૂપિયા જમા કરો દર મહિને અને મેળવો 1000
અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ પછી 12,000 રૂપિયા પેન્શન મેળવવા માટે તમારે 42 રૂપિયા દર મહીંને જમા કરવા પડશે. જો તમે 5000 રૂપિયા પેન્શનના બદલે મેળવવા માંગો છો તો તમારે 60 વર્ષની ઉમર સુધી 210 રૂપિયા જમા કરવા પડશે, જો તમે 40 વર્ષના છો તો 1000 રૂપિયા પેન્શન માટે તમારે 291 રૂપિયા અને 5000 પેન્શન માટે 1,454 રૂપિયા દર મહિને જમા કરાવવા પડશે.