- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: અનલોક પછી દેશમાં આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. આનાથી લોકોને રોજગાર પણ મળી રહે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ઓક્ટોબર મહીનામાં 11.75 લાખ નવા સભ્યો એમ્પલોય સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) સાથે જોડાયા છે. આનાથી અગાઉના મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ઈએસઆઈસીથી 11.49 લાખ સભ્યો જોડાયા હતા. આ રિપોર્ટ દેશમાં ઔપચારિક સેક્ટરમાં રોજગારની સ્થિતિને દર્શાવે છે.
કોરોના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી લાદવામાં આવેલ લોકડાઉનને કારણે એપ્રિલમાં ઈએસઆઈસી સાથે જોડાયેલ સભ્યોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો આવ્યો હતો. એપ્રિલમાં ફક્ત 2.62 નવા સભ્યો ESIC માં જોડાયા. આ પછી, ઇએસઆઈસીમાં જોડાનારા નવા સભ્યોની સંખ્યા સતત વધી રહી છે. મે મહિનામાં 4.87 લાખ નવા સભ્યો અને 8.27 લાખ સબ્સ્ક્રાઈબર્સ જૂનમાં જોડાયા હતા. જો કે, જુલાઇમાં ઇએસઆઈસીમાં જોડાનારા નવા સભ્યોની સંખ્યા ઘટીને 7.61 લાખ થઈ ગઈ. પરંતુ તેમાં ઓગસ્ટમાં 9.47 લાખ સભ્યો સાથે સુધારો થયો હતો.
એનએસઓના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20માં 1.51 કરોડ નવા સભ્યોને ઇએસઆઈસીમાં ઉમેરવામાં આવ્યા હતા. જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં તેમની સંખ્યા 1.49 કરોડ રહી હતી. સપ્ટેમ્બર 2017થી માર્ચ 2018 દરમિયાન 83.35 લાખ નવા સભ્યો ESIC સ્કીમમાં જોડાયા. રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2020 દરમિયાન 4.4 મિલિયન નવા સભ્યો ઇએસઆઈસીમાં જોડાયા. એનએસઓ રિપોર્ટ ઇએસઆઈસી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના પગારના ડેટા પર આધારિત હોય છે.
રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર મહીનામાં ઈપીએફઓ સાથે જોડાનારની સંખ્યા 11.55 લાખ રહી છે. આ સપ્ટેમ્બર 2020ના 14.19 લાખથી ઓછી છે. શ્રમ મંત્રાલય તરફથી ગત સપ્તાહે જારી એક નિવેદન અનુસાર, એક વર્ષ પહેલાના સમાન ઓક્ટોબરમાં ઈપીએફઓ સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા 56 ટકા વધીને 11.55 લાખ રહી છે. ઓક્ટોબર 2019માં 7.39 લાખ સભ્યો ઈપીએફઓ સાથે જોડાયા હતા. એનએસઓના રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2020ની અવધિ દરમિયાન ઈપીએફઓથી 3.77 કરોડ નવા સભ્યો જોડાયા છે.