- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ 2021માં લોન લઈને મકાન ખરીદનારને ઈનકમ ટેક્સમાં કોઈ નવી છુટ નથી આપી. પરંતુ જે છુટ પહેલાથી આપવામાં આવી છે, તેને એક વર્ષ વધારીને 31 માર્ચ 2022 સુધી કરવામાં આવી છે. તમે આનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકો અને કેટલા રૂપિયાની લોન પર કેટલાનો હપ્તો આવશે એ બાબતે જાણીએ.
સૌપ્રથમ, ચાલો આપણે સમજીએ કે હોમ લોન પર કયા પ્રકારની ટેક્સ છૂટ છે. હોમ લોનના માસિક હપ્તામાં બે ભાગ હોય છે - પ્રિન્સિપલ એટલે કે મૂળ રકમ અને ઈન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. પ્રિન્સિપલ પર તમને 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. આ છુટ આવકવેરા કાયદાની કલમ 80સીમાં મળી છે. પરંતુ અહીં એક ટ્વીસ્ટ છે.
સેક્શન 80સીમાં ઘણા અન્ય ખર્ચ પર પણ મળનારી છુટને સમેટી લેવામાં આવી છે. નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ઇએલએસએસ), પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના જેવા મહત્વના રોકાણો પણ આવે છે. તેમાં બાળકોની ટ્યુશન ફી અને જીવન વીમા પ્રિમીયમ પણ શામેલ છે.
હવે આપણે વ્યાજના ભાગ વિશે વાત કરીએ. બે સેક્શનમાં કર મુક્તિ મળી શકે છે. સેક્શન 24માં બે લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ મળે છે. જો તમે પહેલું મકાન ખરીદતા હોવ તો, સેક્શન 80 EEA માં, તમને અલગથી 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે.
આમાં પણ એક ટ્વીસ્ટ છે. આ છૂટ ફક્ત ત્યારે જ મળશે જ્યારે તમારા ઘરની કિંમત 45 લાખ રૂપિયા સુધીની હશે. ખરેખર, સરકાર અફોર્ડેબલ હાઉસ પર આ છૂટ આપી રહી છે. આવી સ્થિતિમાં જો તમે થોડું ખર્ચાળ એટલે કે 50 લાખ રૂપિયાનું મકાન લેશો, તો આ છૂટ ઘટાડીને 50 હજાર રૂપિયા કરવામાં આવશે. કારણ કે તેની સેક્શન 80 EEA થી 80 EE માં બદલાઈ જશે.
આ રીતે, સસ્તા ઘરોની લોન પર તમે વધુમાં વધુ 5 લાખ રૂપિયાની આવકવેરામાં મુક્તિ મેળવી શકો છો. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો ઘર રૂ. 45 લાખથી મોંઘુ છે પણ રૂ . 50 લાખથી સસ્તુ છે, તો તમને જે ડિસ્કાઉન્ટ મળશે તે 4 લાખ રૂપિયા થશે.
આ તો થઈ વાત હોમ લોનવાળા મકાનોથી મળતી ઈન્કમ ટેક્સ છુટની. હવે આપણે જોઈએ કે તમે સસ્તા મકાન માટે કેટલી લોન લઈ શકો છો અને તમારા માટે કેટલા ઇએમઆઈ બની શકે છે. આને સમજવા માટે, ચાલો એક ઉદાહરણ લઈએ.
માની લઈએ કે તમે 45 લાખ રૂપિયાના મકાન માટે 40 લાખ રૂપિયાની લોન લઈ રહ્યા છો. જો તમે આ ઉપર સાત ટકા વ્યાજ લગાવી લો તો 30 વર્ષની લોન પર તમારા મહિનાના હપ્તા 26 હજાર રૂપિયા બનશે. આમાં પ્રથમ વર્ષે રૂ .3.20 લાખના હપ્તા બનશે, જેનું વ્યાજ 2.80 લાખ અને પ્રિન્સિપલ 40 હજાર રૂપિયા થશે. આ રીતે, તમે પ્રથમ વર્ષના વ્યાજ પર ટેક્સ છૂટનો મોટા ભાગનો લાભ લઈ શકશો.
તમે આ હોમ લોન પર બેન્ક અથવા હાઉસિંગ ફાઈનાન્શ કંપનીને કુલ કેટલા પૈસા પરત કરવા એ પણ જણાવી દઈએ. તો 30 વર્ષની લોન પર તમારા ખિસ્સામાંથી કુલ 95.80 લાખ રૂપિયા નીકળશે જેમાંથી 55.80 લાખ રૂપિયા વ્યાજ હશે.