- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: સોવરેન ગોલ્ડ બોન્ડ માટે સોનાના ભાવ 5,104 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે એખ નિવેદનમાં આ જાણકારી આપી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21-એક્સ શ્રેણી ખરીદવા માટે 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2021 સુધી ખુલશે.
રિઝર્વ બેન્કે જણાવ્યું કે, બોન્ડનું મૂલ્ય 5,104 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તરે છે. બોન્ડની વેલ્યૂ, ખરીદી સમયગાળાના પહેલાના ત્રણ ટ્રેડિંગ દિવસોમાં 99 ટકા શુદ્ધતાવાળા સરળ સરેરાશ બંધ મૂલ્ય (જેને ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે) પર આધારિત છે. RBIએ આગળ જણાવ્યું કે, સરકારે આરબીઆઈની ભલામણથી ઓનલાઈન અરજી કરનાર રોકાણકારોને આ મૂલ્ય પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ છુટ આપવાનો નિર્ણય કર્યો છે. આમાં અરજી માટે પેમેન્ટ ડિજિટલ મોડના માધ્યમથી કરવાનું રહેશે.
કેન્દ્રીય બેન્કે કહ્યું કે, આવા ગોલ્ડ બોન્ડ માટે 5,000 રૂપિયા પ્રતિ ગ્રામનો ભાવ રાખવામાં આવ્યો હતો. આ 28 ડિસેમ્બર, 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી ખુલ્યો હતો. ગોલ્ડ બોન્ડ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો (NSE અને BSE)ના માધ્યમથી વેચવામાં આવશે. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી, જેને હેતુ સોનાની હાજર માંગને ઓછી કરવાનો હતો અને સોનાની ખરીદી માટે ઉપયોગ કરવામાં આવતી ઘરેલુ બચત માટે હિસ્સાને નાણાકીય બચતમાં ફેરવવા માટે આની શરૂઆત કરવામાં આવી હતી.