- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: આ નાણાકીય વર્ષના પાછલા છ મહિનામાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો (PMBJK)થી દવાઓનું વેચાણ 60 ટકા વધ્યું છે. રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં ફર્ટિલાઈઝર અને કેમિકલ મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ 29 જાન્યુઆરી સુધી 519.34 કરોડ રૂપિયાનો વેપાર કર્યો, જ્યારે આખા વર્ષમાં 500 કરોડની દવાઓ વેચવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન આ કેન્દ્રોથી દવાઓના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી.
જન ઔષધિ યોજના હેઠળ દેશભરમાં બનેલ 7 હજાર કેન્દ્રોથી ગરીબોને સસ્તામાં દવાઓ મળી રહી છે. જન ઔષધિ કેન્દ્રથી દવાઓ પર ભારે છુટ મળી જ છે, લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. જો તમે પણ શહેરમાં જન ઔષધિ કેન્દ્ર ખોલવા માંગતા હો તો એકદમ સરળ છે. જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રોસેસ સરળ છે અને આને ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. આ યોજનાનું પુરૂ નામ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ છે.
મોદી સરકારની પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના એક યોજના છે જે અંતર્ગત માત્ર રોજગાર જ નહીં, પણ દર્દીઓને પણ બજાર દરથી ઘણી સસ્તી દવાઓ મળે છે. અત્યારે દેશમાં આશરે 6000 જન ઔષધિ કેન્દ્રો ચાલી રહ્યા છે, પરંતુ હજી પણ હજારો જન ઔષધિ કેન્દ્રો ખોલવાની યોજના છે. જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં બહુ ખર્ચ થતો નથી, જે કંઈ પણ થાય છે, સરકાર ધીમે ધીમે તે તમને પાછું આપે છે. આ સિવાય દર મહિને તમને સારૂ અવું કમિશન મળે છે.
જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં સરકાર 2.5 લાખ રૂપિયા સુધીની સહાય કરે છે. જન ઔષધિ કેન્દ્ર દવાઓના વેચાણથી 20 ટકા સુધીનો નફો મેળવે છે. આ ઉપરાંત, દર મહિનાના વેચાણ પર 15 ટકાનું ઈન્ટેન્સિવ મળે છે, જો કે પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા દર મહિને 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 2.5 લાખ રૂપિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોત્સાહન મળશે. તે જ રીતે, નક્સલ પ્રભાવિત અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા દર મહિને 15 હજાર રૂપિયા સુધી છે.
સેન્ટર શરૂ કરતાં પહેલાં તમારે પહેલા 1 લાખ રૂપિયાની દવાઓ ખરીદવી પડશે. બાદમાં સરકાર તેની રિએમ્બર્સમેન્ટ કરશે. આ સિવાય સરકાર તમને દુકાન શરૂ કરવા, રૈક, ડેસ્ક વગેરે બનાવવા અને ફ્રીઝ ખરીદવામાં 1 લાખ રૂપિયા સુધીની સહાય કરશે. કેન્દ્ર ખોલવા માટે કમ્પ્યુટર્સ વગેરેના સેટઅપ ઉપર 50 હજાર રૂપિયા સુધીના ખર્ચ પર પણ સરકાર આ નાણાં રિટર્ન આપશે.
જન ઔષધિ કેન્દ્ર માટે રિટેલ ડ્રગનું વેચાણ જન ઔષધિ કેન્દ્રના નામથી લાયસન્સ લેવું પડશે. તેને ખોલવા માટે તમારી પાસે 120 વર્ગ ફૂટની દુકાન હોવી આવશ્યક છે. આ માટે, ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. https://janaushadhi.gov.in/. ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે બ્યુરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર (એ એન્ડ એફ) ના નામે એપ્લિકેશન મોકલવાની રહેશે.
કોણ ખોલી શકે છે
પહેલી કેટેગરી હેઠળ કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર, રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે.
બીજી કેટેગરી હેઠળ ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી અને સેલ્ફે ગ્રુપ જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે.
ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારો તરફથી નોમિનેટ એજન્સી જનઔષધિ કેન્દ્ર ખોલી શકે છે.