- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: નાણાકીય વર્ષની છેલ્લી તારીખમાં ફક્ત 7 દિવસ બાકી છે, તેમાં પણ કાર્યકારી દિવસો એટલે કે 5 કાર્યકારી દિવસો બાકી છે. હવે જો તમે ટેક્સ હેઠળ આવતા હો અને તમે ટેક્સ બચાવવા માટે જરૂરી રોકાણો કર્યા નથી, તો તે કરી લો. અમે તમને અહીં આવા કેટલાક વિકલ્પો જણાવી રહ્યાં છીએ, જેથી તમે માત્ર ટેક્સ બચાવશો, એટલું જ નહિં પણ પૈસાથી પૈસા કમાઈ શકશો.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કરમાં બચત થાય અને તે રોકાણથી કમાણી થાય તે માટે તમે ઇએલએસએસ, રાષ્ટ્રીય પેન્શન યોજના અને પીપીએફ સહિતની કેટલીક અન્ય યોજનાઓમાં પણ રોકાણ કરી શકો છો. ELSS આ વિકલ્પોમાં સૌથી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ
ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSS મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે, મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ કાયદાની કલમની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છો. માર્કેટમાં હાજર ELSS પર લોક ઈન પિરિઅડ ઓછામાં ઓછો 3 વર્ષનો છે. ELSSના ઘણા ફંડે છેલ્લા 1 વર્ષમાં 80%થી વધારે રિટર્ન આપ્યું છે.
યુલિપ પ્લાનમાં રોકાણ કરી શકો છો
જો તમે રોકાણ કરવા માટે કોઈ એવો ઓપ્શન શોધી રહ્યા છો જ્યાં રોકાણ કરવા પર તમને લાઈફ ઈન્શ્યોરન્સની સાથે સારું રિટર્ન પણ મળે તો તમે યુનિટ- લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (યુલિપ)માં રોકાણ કરી શકો છો. યુલિપ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી અને માર્કેટ લિંક ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું કોમ્બિનેશન છે. તેના અંતર્ગત પ્રીમિયમનો એક ભાગ ઈક્વિટી અથવા ડેટ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. તેનાથી તમારા પરિવારને આર્થિક સુરક્ષા મળે છે.
આ એક યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન, એક એવી પ્રોડક્ટ છે જ્યાં ઈન્શ્યોરન્સ અને રોકાણ લાભ એક સાથે મળે છે. તેને વીમા કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. જ્યારે તમે એક પ્રીમિયમની ચૂકવણી કરો છો તો તેનો એક ભાગ વીમા કંપની દ્વારા તમારા વીમા કવરેજ પ્રદાન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને બાકીનું દેવું અને ઈક્વિટી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. યુલિપમાં રોકાણ, માર્કેટના જોખમોને આધિન હોય છે અને રોકાણકારોને તેમના પોર્ટફોલિયોનું જોખમ ઉઠાવવાનું હોય છે. યુલિપમાં રોકાણ કરતા સમયે, તમારા જોખમની મર્યાદા પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.
કરી શકો છો પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમમાં રોકાણ
પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા પર પણ તમને વધારે વ્યાજની સાથે આવકવેરા કાયદાની સેક્શન 80C અંતર્ગત ઈન્કમ ટેક્સનો લાભ પણ મળે છે. ઈન્કમ ટેક્સ કાયદાની સેક્શન 80Cમાં ઘણા એવા ઓપ્શન છે, જેમાં રોકાણ દ્વારા તમે 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. પોસ્ટ ઓફિસની આવી 6 સ્કીમ છે, જેમાં તમને સારા રિટર્નની સાથે ઈન્કમ ટેક્સ છૂટનો લાભ પણ મળશે. આ રહી સ્કીમ...
સ્કીમ |
વ્યાજ |
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) |
7.10 |
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) |
6.8% |
ટાઈમ ડિપોઝિટ સ્કીમ |
6.7% |
કિસાન વિકાસ પત્ર (KVP) |
6.9% |
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ |
7.40 |
સુકન્યા સમૃદ્ધિ યોજના |
7.60 |
નેશનલ પેન્શન સિસ્ટમ
હાલની જોગવાઈઓ હેઠળ સેક્શન 80CCDની સબ સેક્શન 80CCD (1) અંતર્ગત પેન્શન સ્કીમમાં રોકાણ પર ટેક્સમાં છૂટ મેળવી શકો છો. સેલરી કર્મચારી પોતાની સેલરીના 10% સુધી અને નોન સેલરી કર્મચારી પોતાની કુલ ઈન્કમના 20% સુધી પેન્શન અકાઉન્ટમાં રોકાણ કરીને છૂટ મેળવી શકે છે, જે મહત્તમ 1.5 લાખ રૂપિયા છે. તે સિવાય એક અન્ય સબ સેક્શન 80CCD (1B) પણ છે, જેના અંતર્ગત સેલરી કર્મચારી અને સેલ્ફ એમ્પ્લોઈડ વ્યક્તિ પોતાની તરફથી NPS અકાઉન્ટમાં ડિપોઝિટ કરીને વધારાની ટેક્સ છૂટનો લાભ લઈ શકે છે. આ છૂટ 50000 રૂપિયા સુધીની હશે.
NPS ગ્રાહકોને ઈક્વિટીમાંથી એક વર્ષમાં લગભગ 12.5-17% સુધી રિટર્ન મળે છે. પ્રેફરેન્શિયલ શેરે 12-14% જેટલું વળતર આપ્યું છે, જ્યારે સરકારી બોન્ડમાં રોકાણ દ્વારા NPS ગ્રાહકોએ 10-15% રિટર્ન પ્રાપ્ત કર્યું છે.
ટેક્સ સેવિંગ માટે FD પણ એક સારો વિકલ્પ
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ પ્રાપ્ત કરી શકાય છે. તે સિવાય ટેક્સ છૂટ માટે તમે પોસ્ટ ઓફિસની FD (ટાઈમ ડિપોઝિટ સ્કીમ)માં પણ રોકાણ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ બેંકમાં ટેક્સ સેવિંગ FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.
બેંક |
વ્યાજ દર (% માં) |
DCB બેંક |
6.75 |
યસ બેંક |
6.75 |
પોસ્ટ ઓફિસ |
6.70 |
ઇન્ડસઇન્ડ બેંક |
6.50 |
RBL બેંક |
6.40 |
એક્સિસ બેંક |
5.75 |
SBI |
5.40 |
ICICI |
5.35 |
HDFC |
5.30 |
પંજાબ નેશનલ બેંક |
5.30 |
રોકાણનો હેતુ માત્ર ટેક્સ બચાવવા માટે ન હોવો જોઈએ
એક સામાન્ય નિયમ અંતર્ગત તમારે ELSS, PPF અથવા NPS સહિત અન્ય રોકાણ ઓપ્શનમાં માત્ર તેના ટેક્સ લાભ જોવાની જગ્યાએ તેના રિટર્ન, લિક્વિડિટી અને જોખમોની તુલના કરવી જોઈએ. આવું કરવાથી તમે ટેક્સ બચતની સાથે સારું રિટર્ન પણ મેળવી શકો છો. તેનાથી લાંબાગાળાના લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ મદદ મળશે, જેમ કે, રિટાયરમેન્ટ માટે પૈસા ભેગા કરવા અને બાળકોના અભ્યાસ માટે પૈસા ભેગા કરવા. રોકાણ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે રોકાણનો મુખ્ય હેતુ ટેક્સ બચાવવાનો નહીં પરંતુ સારું વળતર પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ.