- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : વર્ષ 2022થી લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની રકમમાં 20થી 40 ટકા સુધીનો વધારો થઇ શકે છે. એક રિપોર્ટ મુજબ વીમા કંપનીઓએ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધારવા માટે નિયામક ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા) પાસે મંજૂરી માંગી છે.
નોંધનિય છે કે, કોરોના મહામારી બાદ મોટી સંખ્યામાં લોકોએ જીવન વીમા પોલિસી ખરીદી છે. ઉપરાંત આ મહામારી આવ્યા બાદ વીમા કંપનીઓને પણ મોટા પ્રમાણમાં વીમાના ક્લેઇમ મળી રહ્યા હોવાથી તેમનો નફો ઘટ્યો છે અથવા તો ખોટ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં વીમા કંપનીઓ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધારવાની યોજના ઘડી રહી છે.
ઘણી કંપનીઓએ પહેલાંથી ઇરડા પાસે પ્રીમિયમ વધારવાની મંજૂરી માંગી છે. તો કેટલીક કંપનીઓ ન્યુનત્તમ વૃદ્ધિ માટે ગ્લોબલ રિઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. પ્રીમિયમમાં વૃદ્ધિથી ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમો દ્વારા વેચાતી વીમા પોલિસી પર અસર થઇ શકે છે.
જાણકાર સુત્રોએ કહ્યુ કે, પ્રીમિયમની રકમમ વધારવા અંગે છેલ્લા છ મહિનાની વાતચીત ચાલી રહી છે અને હવે તેને વધારે સમય સુધી ટાળી શકાય એમ નથી. કોરોના મહામારીના પગલે છેલ્લા કેટલાંક સમયથી વીમાના દાવાઓ વધ્યા છે, જેનાથી રિઇન્સ્યોરન્સ કંપનીઓને ખોટ થઇ રહી છે આથી હવે તેઓ ચાર્જ વધારવા ઇચ્છે છે.
આ દરમિયાન વીમા કંપનીઓને તેની પણ ચિંતા સતાવી રહી છે કે પ્રીમિયમ વધવાથી ક્યાંક વીમા પોલિસીઓનું વેચાણ ઘટી ન જાય. નાની વીમા કંપનીઓની પાસે ભાવતાલ કરવાની એટલી ક્ષમતા નથી હોતી કે તેઓ રિઇન્સ્યોરન્સ કંપની પાસે પોતાની વાત મનાવી શકે.