- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: નવા વાહનો ખરીદવા માટે આગામી મહિનાઓમાં ૧૦% વધુ ખર્ચવા પડી શકે છે. આનું કારણ એ છે કે વીમા પોલિસીની ડિઝાઇન અને મોટર કવરના હાલના જોખમ મોડેલમાં ફેરફાર થવાની શક્યતા છે.
મદ્રાસ હાઈકોર્ટે એક નિર્ણય આપ્યો છે. આ મુજબ, વાહન માલિકોએ હવે ફરજિયાત 'બમ્પર ટુ બમ્પર' કવર ખરીદવું પડશે. આનો અર્થ એ છે કે ફરજિયાત થર્ડ પાર્ટી વીમા પોલિસીની સાથે ગ્રાહકોએ મોટર ઓન-ડેમેજ (OD) વીમો પણ ખરીદવો પડશે. આ સાથે, સહ-પ્રવાસીઓ માટે અકસ્માત કવર પણ ખરીદવું પડશે.
વીમા ઉદ્યોગનું કહેવું છે કે ડીલરશીપ પર ઓફર કરવામાં આવેલું નવું મોટર પેકેજ હાલના થર્ડ પાર્ટી કિંમતોના પ્રીમિયમના ઓછામાં ઓછા ત્રણ ગણા હોઈ શકે છે. આ એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે જે ભારતમાં વીમાના પ્રવેશમાં નોંધપાત્ર વધારો સુનિશ્ચિત કરશે. વીમા ઈન્ડસ્ટ્રીએ રેગ્યુલેટરની મુલાકાત કરી છે. આ સાથે નવા નિયમોના અમલ અંગે કાનૂની અભિપ્રાય માંગવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણયથી ભાવમાં નોંધપાત્ર ફેરફાર થશે. કારણ કે દાવાની સંખ્યા ચોક્કસપણે વધશે. આ સાથે પાંચ વર્ષનો લોક-ઇન પીરિયડ વીમા કંપનીઓ માટે ખોટનો ગુણોત્તર જાણવો વધુ મુશ્કેલ બનાવશે.
˝ઓન ડેમેજ˝ એક વીમા કવર છે જે તમને આગ, ચોરી વગેરે જેવા તમારા વાહનને થતા નુકસાનથી રક્ષણ આપે છે. થર્ડ પાર્ટી કવર તે છે જે અકસ્માતની ઘટનામાં અન્ય વાહનોને થતા નુકસાનની જવાબદારીને આવરી લે છે. હાલમાં, વાહન ખરીદતી વખતે માત્ર થર્ડ પાર્ટી કવર ફરજિયાત છે. ˝ઓન ડેમેજ˝નું કવર સામાન્ય રીતે બમ્પર ટુ બમ્પર કવર તરીકે ઓળખાય છે. અમારી દ્રષ્ટીએ આ વીમા ઉદ્યોગમાં બીજા ક્રમનું સૌથી મોટું બિઝનેસ મોડલ છે તેમજ ખોટ કરતું સેગમેન્ટ છે. બમ્પર ટુ બમ્પર કવર વીમા કંપની ને પ્રીમિયમ એકત્ર કરવામાં મદદ કરશે, એટલું જ નહિં તે ગ્રાહકોને સુરક્ષા પણ આપશે.
ઈન્ડસ્ટ્રી રેશિયો મુજબ, કુલ વાહનોમાંથી 60% હજુ પણ વીમા હેઠળ આવરી લેવાયા નથી. બાકીના 40% માંથી 60% વાહનો માત્ર થર્ડ પાર્ટી કવરેજ દ્વારા આવરી લેવામાં આવે છે. આ નવા નિયમ સાથે નવા ફોર વ્હીલર્સ માટે પ્રીમિયમ સીરિઝ 50,000 રૂપિયા સુધી વધી શકે છે. જ્યારે દ્વિચક્રી વાહનો માટે 7 હજાર રૂપિયાના પ્રીમિયમમાં વધારો થઈ શકે છે. આ પહેલ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.
જો કે, મદ્રાસ હાઈકોર્ટે જનરલ કાઉન્સિલ, વીમા રેગ્યુલેટર IRDAIઅને પોલિસ કમિશ્નરને 13 સપ્ટેમ્બરે બોલાવ્યા છે, જેથી તેના પર અંતિમ નિર્ણય લઈ શકાય. બીજી તરફ, વીમા કંપનીએ તેના માટે 90 દિવસનો સમય માંગી રહી છે, જેથ તે નવી પ્રોડર્ટને ફાઈલ કરી શકે. વીમાના પ્રીમિયમ વધવાથી ગ્રાહકોના ખિસ્સા પર અસર થશે. આની અસર એ પણ હોઈ શકે છે કે સમયસર લોકો પ્રીમિયમનું રિન્યૂઅલ ન કરે અને વીમો ન પણ ખરીદે. પરંતુ તેને જરૂરી બનાવી દેવામાં આવશે તો ગ્રાહકોને તેને લેવો જ પડશે.