- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : શુ તમે સ્મોલ સેવિંગ ઈન્ટ્રુમેન્ટમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અથવા એનએસસી વિષય જાણો છો. એનએસસીમાં રોકાણ કરવાથી કરવેરમાં છુટાછાટની અન્ય કેટલાક લાભ મળે છે. સામાન્ય રીતે એનએસસીની મેચ્યુરિટીનો સમય ગાળો પાંચ વર્ષ હોય છે. સ્મોલ સેવિંગ સ્કિમમાં વ્યાજદરમાં સામાન્ય રીતે ત્રિમાસિક ગાળામાં સુધારો થશે.
હાલ એનએસસીના નવા રોકાણકારોએ માટે વાર્ષિક ધોરણે ૭.૯ ટકા વ્યાજદર રાખવામાં આવ્યો છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો આજે એનએસસીમાં રૃ.૧૦૦નું રોકાણ કરી તો પાંચ વર્ષમાં તે રૃ.૧૪૬.રપ થઈ જશે. એનએસસી પ્રથમ વર્ષે ૭.૯૦ ટકા, પછી બીજા વર્ષે ૮.પર ટકા, ત્રીજા વર્ષે ૯.ર૦ ટકા, ચોથા વર્ષે ૯.૯ર ટકા અને પાંચ વર્ષે ૧૦.૭૧ ટકાના દરે વ્યાજ મળે છે.
એનએસસીમાં રૃ.૧.પ લાખ સુધીનું રોકાણને ૮૦સી હેઠળ વ્યાજદરમાં કપાતની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ કુલ આવક ઉપર કપાત કરવામાં આવે છે. આ ઉપરાંત એનએસસીમાં મહત્ત્મ રૃ.૧૦૦નું રોકાણ કરી શકાય છે જ્યારે મહત્ત્મ રોકાણની કોઈપણ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.