- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : દેશની સૌથી મોટી વીમા કંપની LICનાં વ્યક્તિગત વાર્ષિક પ્રીમિયમમાં જાન્યુઆરી દરમિયાન 45 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ દરમિયાન વીમા ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિ 8 ટકા રહી છે. કોટક સિક્યુરિટીની રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં વ્યક્તિગત વાર્ષિક પ્રીમિયમ 3 ટકા વધ્યું હતું. જોકે તે અગાઉ નવેમ્બર 2020માં તેમાંથી 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર આ વધારો યુલિપને કારણે થઇ છે જેને થોડા સમય માટે બંધ કરી દેવાઈ હતી.
પ્રોટેક્શન બિઝનેસની વાત કરવામાં આવે તો તે તેના ટોચ કરતા ઓછું છે, જ્યારે ખાનગી કંપનીઓનું નોન સિંગલ પ્રીમિયમ જાન્યુઆરીમાં 25 ગણું વધારે રહ્યું હતું. ડિસેમ્બરમાં તે 23 ગણું હતું પરંતુ ફેબ્રુઆરીમાં તે 31 ગણું થઇ ગયું હતું. 2020-21ના બીજા ક્વાર્ટરમાં તે 35 ગણું જોવાયું હતું.
APEના કુલ બિઝનેસમાં 8 ટકાની વૃદ્ધિ જોવાઈ છે જ્યારે ગ્રુપ બિઝનેસમાં 20 ટકાની ગ્રોથ રહી છે.જોકે તેમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. ગ્રુપનો APE હજુ પણ મજબૂત વૃદ્ધિવાળો જોવાઈ રહ્યો છે કેમ કે ક્રેડિટ સુરક્ષાવાળો બિઝનેસ વધી રહ્યો છે. એચડીએફસી લાઇફે જાન્યુઆરીમાં 24 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ લાઇફે APEમાં 7 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ અગાઉ અજન્યુઆરીમાં પણ તેનો કારોબાર 5 ટકા જેટલો ઘટ્યો હતો.