- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ, તા.24
વીમા કંપનીઓના એજન્ટો માટે 20 ટકાના કમિશનની મર્યાદા નક્કી કરવામાં આવી શકે છે. વીમા નિયામક ઇરડાએ આ અંગે એક કન્સલ્ટેશન પેપર રજૂ કર્યુ છે.
જો આ પ્રસ્તાવનો અમલ થશે તો વીમા કંપનીઓએ તેના એજન્ટોના કમિશન માટે પોલિસી બનાવવી પડશે અને તેની માટે બોર્ડ મેનેજમેન્ટ પાસેથી મંજૂરી પણ મેળવવાની રહેશે.
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)નો આ પ્રસ્તાવ જનરલ અને સ્ટેન્ડએલોન હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓના ગ્રોસ પ્રીમિયમ લાગુ થશે. વીમા નિયામકે એક્સપ્રેન્સ ઓફ મેનેજમેન્ટની માટે પણ 30 ટકાની મર્યાદા નક્કી કરી છે. જે જનરલ અને સ્ટેન્ડએલોન હેલ્થ વીમા કંપનીઓના ગ્રોસ પ્રીમિયમના 30 ટકા હશે. ઇરડાએ વીમા એજન્ટોના કમિશન અંગે 13 સપ્ટેમ્બર સુધી જાહેર સૂચનો પણ મંગાવ્યા છે.
ઇરડાએ જણાવ્યુ કે, વીમા કંપનીઓમાં નવા બિઝનેસ, મોડલસ્, પ્રોડક્ટ્સ, વ્યૂહનીતિ અને આંતરિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવાયુ છે. ઉપરાંત વીમા કંપનીઓ માટે પોતાના નાણાંકીય ખર્ચનું સંચાલન કરવામાં પણ સરળતા રહેશે.