- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : 31મી મે સુધીમાં તમારા બેંક ખાતામાં રૂ.342 જમા હોવા જરૂરી છે. જો એકાઉન્ટમાં આ રકમ નહીં હોય તો તમને મોટું નુકસાન થઈ શકે છે. આ સમાચાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)નો લાભ ઉઠાવનારાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જો જાણીએ શું છે આ મામલો.....
તો તમારી ઈન્શ્યોરન્સ રદ થઈ જશે
- કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ લોકોને ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે.
- જોકે 31 મે સુધી તમે તમારા બેંક એકાઉન્ટમાં હપ્તાના ભાગરૂપે 342 રૂપિયા નહીં હોય તો તમારી ઈન્શ્યોરન્સ રદ થઈ જશે.
આ બંને યોજનાઓની મહત્વની બાબત
- કેન્દ્ર સરકારની આ બંને યોજનાઓનો લાભ લેનારાઓને કુલ 4 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ મળે છે.
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મોત થઈ જાય કે પછી વિકલાંગ થઈ જાય તો બે લાખ રૂપિયા મળે છે.
- તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમો ખોલાવનારનું મોત થઈ જાય તો તેના નોમિનીને બે લાખ રૂપિયાનું કવચ મળે છે.
- ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દર વર્ષે રિન્યૂ થાય છે.
- એકાઉન્ટ બેલેન્ટ મેઈન્ટેન્ટ ન હોવાથી તમારો ઈન્શ્યોરન્સ રદ થઈ જશે. તો બેંક એકાઉન્ટ બંધ થવાની સ્થિતિમાં પણ તમારો ઈન્શ્યોરન્સ રદ થઈ જશે.
- ઉલ્લેખનિય છે કે, આ યોજના હેઠળ માત્ર એક બેંક એકાઉન્ટ જ આ યોજના સાથે જોડવામાં આવે છે.
મહિને માત્ર રૂપિયા રોકાણ કરી બે લાખનો મૃત્યુ વીમો
સામાન્ય માણસના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે વીમાની શરૂઆત કરી છે. સામાન્યપણે લોકો વીમા લેવાથી ડરતા હોય છે કારણ કે, તે એક મોંઘી ડીલ હોય છે, જેના માટે ગરીબ લોકો નાણાં એકત્ર કરી શકતા નથી. જે બાબતને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. જે ફક્ત એક રૂપિયા એક મહિને આપીને 2 લાખના મૃત્યુ વીમો આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને ફક્ત એક રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલે કે, વર્ષમાં ફક્ત 12 રૂપિયા ખર્ચ કરીને, તમે રૂ. 2 લાખનો વીમો મેળવી શકો છો.
PMSBY આવી રીતે લઇ શકાય છે
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પી.એમ.એસ.બી.વાય.) નું ફોર્મ તમે ઓનલાઇન ભરી શકો છો અથવા બેંકની મુલાકાત લઈ શકો છો. તમે આ વીમાને કોઈપણ બેંક દ્વારા લઈ શકો છો. જાહેર ક્ષેત્રમાં, ખાનગી બેંકોએ તેમની વેબસાઇટ્સથી સંબંધિત સંપૂર્ણ માહિતી પણ આપી છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે એક બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે. આમ સીધા બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે. આ સાથે, આ યોજના સાથે જોડાયેલા ફોર્મ www.jansuraksha.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે અને બેંકમાં જમા કરી શકાય છે.
18 થી 70 વર્ષ સુધી લઇ શકો છો વીમો
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મેળવવા માટે, અરજદાર પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. ઉપરાંત, તેની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. તે જ સમયે, આ મહત્તમ વીમો 70 વર્ષ સુધી આપી શકાય છે. તે છે કે, જો તમે 18 વર્ષથી આ વીમા લો છો, તો તમારે 70 વર્ષ સુધી પહોંચવા સુધી માત્ર 624 રૂપિયા આપવા પડશે. તમને 2 લાખ રૂપિયાનો લાભ મળશે.