- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સએ પોતાના મુખ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ એક્ટિવ હેલ્થ અપડેટ કર્યું છે. એના હેઠળ બે વર્ષ સુધી કોઈ ક્લેમ ન કરવા પર પોલીસીંહોલ્ડરને પ્રીમિયમના પુરા પૈસા પરત આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ હેલ્થ ઇન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રીનો પહેલો એવો પ્લાન છે જેમાં 100% પ્રીમિયમ પરત કરવામાં આવશે.
કંપની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક્ટિવ હેલ્થ પોલિસીને અપડેટ વર્ઝનમાં પોલિસી હોલ્ડરને રીવોર્ડ અને વીમિત રકમ 100%ના બરાબર રિલોડ કરવાની સુવિધા મળશે. પોલિસીહોલ્ડરને કેશ સમાન રીવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. આ રિવોર્ડ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા જેવા કે દવા ખરીદવા, ડાયગ્નોસ્ટિ ટેસ્ટ માટે ચુકવણી, ડે-કેર ઉપચાર, આઉટ પેશન્ટ(OPD) ખર્ચ અને વૈકલ્પિક ઉપચાર માટે ઉપયોગ કરી શકાશે.
કંપનીના CEO મયંક બથવાલનું કહેવું છે કે પોલિસી હોલ્ડર બે ક્લેમ ફ્રી યર માટે સમ ઇંશ્યોર્ડનું 100% બોનસ મેળવી શકો છો. આ રીવોર્ડનો ઉપયોગ ભવિષ્યના પ્રીમિયમની ચુકવણી માટે કરી શકાય છે.
એક્ટિવ હેલ્થ પોલિસીમાં પોલીસીંહોલ્ડરના માનસિક રોગની ચર્ચા, અસીમિત હોમ્યોપેથી ટેલિમેડીસીન, ડે-કેયર ઉપચાર, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝ જેવી બીમારીને પહેલા દિવસથી જ કવર મળશે.
આ પોલિસીમાં પોલીસીંહોલ્ડરને વિદેશમાં કેશલેસ સારવારની સુવિધા મળશે. આ સુવિધા ગંભીર બીમારીના ઉપચાર માટે મળશે. વિદેશમાં ઉપચાર અમાટે પોલિસી હોલ્ડરે 3 થી 6 કરોડ રૂપિયા સુધીનું કવર મળશે. આ પોલિસીમાં કોવિડ-19ને પણ કવર આપવામાં આવશે.