- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: આરોગ્ય વિમા કંપનીઓ કોરોનાના રસીકરણ પર થનાર ખર્ચની ભરપાઈ કરવા માટે જરા પણ તૈયાર નથી. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ વીમા કંપનીઓને જણાવ્યું હતું કે, આનો ખર્ચ ચૂકવવામાં આવે. પરંતુ આને વીમા કંપનીઓ માનવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)એ કોવિડ-19ના વેક્સિનેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર કરવાનો આદેશ કર્યો છે.
રેગ્યુલેટરીએ આરોગ્ય વીમા સેવા આપતી કંપનીઓને કહ્યું કે કોરોનાની ઇમ્યુનાઇઝેશનને હેલ્થ ઈન્શ્યોરન્સ અંતર્ગત કરવામાં આવે. પરંતુ જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ (GIC)એ તેનો વિરોધ કર્યો છે. તેને IRDAIના નિર્ણય પર કહ્યું કે, ઈન્શ્યોરન્સ પોલિસીમાં માત્ર હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ જ કવર કરી શકાય છે. આ ખર્ચ કોરોના સાથે જોડાયેલો હોવો જોઈએ.
કોરોનાની સારવારને લઈને ઘણા રાજ્યોએ એક દર નક્કી કર્યો છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે હતું ત્યારે હોસ્પિટલો દ્વારા આવા દરોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલે એક એક દિવસમાં 25-25 હજારના બિલ બનાવ્યા હતા. હોસ્પિટલો તે દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી જેમની પાસે રોકડ રકમ નહોતી. હેલ્થ પોલિસી લેનાર લોકોને હોસ્પિટલ બાદમાં દાખલ કરતી હતી. હોસ્પિટલોનું કહેવું હતું કે, વીમા કંપનીઓ તેમના સંપૂર્ણ બિલમાં 25 ટકા કપાત કરીને પેમેન્ટ કરી રહી છે.
GIC જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓની એક સ્ટેચ્યુરી બોડી છે. GICએ અગાઉ પણ કહ્યું છે કે, કોવિડ વેક્સિશેનનો ખર્ચ હેલ્થ ઈન્શ્યોરન્સ અંતર્ગત કવર નહીં કરવામાં આવે. ઈરડાએ 13 જાન્યુઆરીએ જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને કહ્યું હતું કે, તેઓ કોરોનાની સારવારના ખર્ચને સ્વાસ્થ્ય કંપનીઓની સાથે એગ્રીમેન્ટ કરે. આવા પ્રકારના એગ્રીમેન્ટ બાદ GIC કાઉન્સિલ રાજ્ય સરકારોની સાથે એક રેટ નક્કી કરી શકે છે.
વીમા કંપનીઓએ પોતાનો તર્ક રજૂ કરતા કહ્યું હતું કે, હોસ્પિટલો બિલમાં સાફ-સફાઈ, પીપીઈ કીટમાં માસ્ક અથવા ગ્લોવ્સ અલગથી જોડી દે છે. આ સિવાય તેઓ બિલમાં આવા ઘણા બધા ચાર્જ રાખે છે જે અમારા ક્ષેત્રમાં નથી આવતા. આ કારણોસર, હોસ્પિટલોમાં વીમાવાળા દર્દીઓની ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હવે ફરી નિયમનકાર અને આરોગ્ય વીમા કંપનીઓ વચ્ચેનો મામલો બીચકતો જણાય આવે છે.