- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: ઈન્શ્યોરન્સ સેક્ટર રેગ્યુલેટર ઈરડાએ વીમા કંપનીઓને પોતાના પોલીસી ધારકોને ડિજિટલ પોલિસી જારી કરવા અને તેનો ઉપયોગ કરવાની રીત જણાવવા કહ્યું છે. નિયામકે જણાવ્યું કે, આ પગલું ખર્ચ ઓછો કરવામાં મદદ કરશે, આ સિવાય ક્લેમના સોલ્યુશનની પ્રક્રીયા પણ ઝડપી કરશે.
ભારતીય વીમા વિનિયામક પ્રાધિકરણ (ઈરડા)એ જીઆઈસી આરઈ, લોયડ્સ (ઈન્ડિયા) અને એફઆરબી (વિદેશી રી-ઈન્શ્યોરન્સ બ્રાન્ચ)ને બાદ કરતા તમામ વીમા કંપનીઓને જારી એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ડિજિલોકર ખર્ચમાં કાપ મુકશે. આ પોલિસી કોપીની ડિલીવરી ન થવા સંબંધિત ગ્રાહકોની ફરીયાદો દૂર કરવા, વીમા સેવાઓના ઝડપી પ્રોસેસ, ઝડપથી ક્લેમનું નિવારણ, વિવાદોમાં ઘટાડો. ફ્રોડ પર લગામ, ગ્રાહકો સુધી શ્રેષ્ઠ પહોંચ સહિત ઘણાં સુધારાનો રસ્તો સરળ કરશે. ઈરડાએ કહ્યું કે, આનાથી ગ્રાહકોને વધુ સારો અનુભવ મળવાની અપેક્ષા છે.