- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ કોરોના મહામારીના સંકટકાળ વચ્ચે જંગી મેડિકલ ખર્ચને પહોંચળવા માટે ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીએ ખરીદી છે, જેમાં મુંબઇવાસીઓ દેશમાં તમામ શહેરોને પછાડી સૌથી મોખરે રહ્યા છે. તમામ મેટ્રોસિટીમાં દેશની આર્થિક રાજધાની મુંબઇ રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સના વેચાણમાં સૌથી આગળ રહી છે.
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ચીફ અંડરરાઇટિંગ ઓફિસર સંજય દત્તાએ કહ્યુ કે, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત જેવા રાજ્યો હંમેશા આર્થિક દ્રષ્ટિએ ઘણા જાગૃત રહ્યા છે. તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સનું વેચાણ સૌથી વધારે થાય છે. પરંતુ રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સના વેચાણના મામલે મુંબઇ હવે સૌથી ઝડપથી વૃદ્ધિ દર્શાવનાર મેટ્રો સિટી બની ગઇ છે. તેની વૃદ્ધિ પાછલા વર્ષની તુલનાએ ઘણી વધારે છે. હેલ્થ વીમાની પુછપરછમાં ત્રણ ગણી વૃદ્ધિ છે. કોરોના મહામારીના કેસો વધવાને કારણે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના વેચાણમાં વધારો થયો છે.
વીમા પોલિસીનું વેચાણ કરતા પોર્ટલ પોલિસીબાજારની માટે મુંબઇમાં વીમા પોલિસીના વેચાણમાં એક એપ્રિલ, 2020થી 88 ટકાથી વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળી છે. તેણે દેશમાં વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સની ખરીદીમાં મહારાષ્ટ્રની હિસ્સેદારી 24 ટકા સુધી વધારી છે. વાસ્તવિકતા એ છે કે, વેચાણમાં વૃદ્ધિને મામલે એવુ દેખાઇ રહ્યુ છે કે, બેંગ્લોર મુંબઇને ટક્કર આપી રહ્યુ છે. પરંતુ ઇન્સ્યોરન્સના કુલ વેચાણમાં તેની હિસ્સેદારી ઘણી નાની છે. આ દરમિયાન દિલ્હીએ 31 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની માટે તેમની હેડ ઓફિસ અનુસાર ક્ષેત્રો નક્કી કરવામાં આવે છે. દેશની સૌથી મોટી સરકારી વીમા કંપનીની માટે પશ્ચિમ ક્ષેત્ર સૌથી મોટુ માર્કેટ છે. કંપનીના સીઇઓ અતુલ સહાયે કહ્યુ કે, આ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ શામેલ છે. અમારી કુલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના વેચાણમાં આ રાજ્યોની હિસ્સેદારી હંમેશા 50 ટકા રહી છે. તેની માટે રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સનો ગ્રોથ 20 ટકા રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરેરાશ કરતા વધારે વૃદ્ધિ નોંધાઇ છે.