- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, બજેટમાં TDS લગાવવાની જે દરખાસ્ત છે, તે મ્યુચ્યુઅલ ફંડ્સની યુનિટ્સના રિડેમ્પશનના કારણે મળનાર ગેઈન્સ નથી, પરંતુ તેના તરફથી ફાળવવામાં આવતે ડિવિડન્ડ પર લાગુ થશે. નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ 2020-21માં આપેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી શેરહોલ્ડર્સ કે યુનિટ હોલ્ડર્સને ચૂકવવામાં આવતા ડિવિડન્ડ પર હવે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (DDT) નહિં લાગે. તેની જગ્યાએ તેમણે કંપની કે મ્યુચ્યુઅલ ફંડ તરફથઈ શેરહોલ્ડર્સ કે યુનિટ હોલ્ડર્સને અદા કરવામાં આવતા ડિવિડન્ડ કે ઈનકમની રકમ 5,000 રૂપિયા વાર્ષિકથી વધુ હોવા પર 10 ટકાનો ટેક્સ ડિડક્ટેડે એટ સોર્સે (TDS) વસૂલ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જારી કરેલ નિવેદન અનુસાર, આ બાબતે તેમની પાસે સવાલો આવ્યા હતા કે, શું મ્યુચ્યુઅલ ફંડને યુનિટ્સના રિડમ્પશનને કારણે કેપિટલ ગેઈન્સ પર TDS કાપવાનો રહેશે? તેમણે કહ્યું કે, આ સ્પષ્ટ કરવામાં આવે છે કે, પ્રસ્તાવિત સેક્શનને કારણે મ્યુચ્યઅલ ફંડને 10 ટકાના ટીડીએસ ડિવિડન્ડ પેમેન્ટ પર જ કાપવાનું રહેશે. મ્યુચ્યુઅલ ફંડ્સે તે રકમ પર કોઈ ટેક્સ નહિં કાપવાનો રહે જે કેપિટલ ગેઈન્સ તરીકે યુનિટ હોલ્ડરને મળશે.
CBDTએ એ પણ કહ્યું કે, જરૂર પડ્યે વધુ સ્પષ્ટતા જારી કરવામાં આવશે. ફાઈનાન્સ બિલમાં જણાવાયું હતું કે, ઈન્કમ પેમેન્ટના જવાબદાર વ્યક્તિને 10ટકાના દરે ટેક્સ કાપવાનો રહેશે. આનાથી મ્યુચ્યુઅલે ફંડ્સ કન્ફ્યુઝન થઈ ગયું હતું કે જે આવક પર ટીડીએસ કાપવાનો છે તે ડિવિડન્ડ હશે કે પછી તેમાં કેપિટલ ગેઈન્સ પણ હશે.
વર્તમાન નાણાકીય વર્ષ માટે ટેક્સેશનના હીસાબે કેપિટલ ગેઈન્સ ડિક્લેયર કરવાની જવાબદારી ઈન્વેસ્ટર્સ કે યુનિટ હોલ્ડર્સ પર છે. નિયમ અનુસાર, ફક્ત બેન્ક અને કંપનીઓ હોલ્ડર્સને ઈન્કમ રિલીઝ કરતા પહેલા ડિપોઝીટથી મળેલ વ્યાજની રકમ પર ટેક્સ કાપે છે. નવા ફિસ્કલ ઈયરથી મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી ફાળવવામાં આવતા ડિવિડન્ડ પર 10 ટકા ટીડીએસ લાગશે, જે એક ફિસ્કલ યરમાં 5,000 રૂપિયાથી વધુની ડિવિડન્ડ ઈનકમ પર લાગશે. આ તરફ, મ્યુચ્યુઅલે ફંડે ઈન્ડસ્ટ્રી ઓફિશિયલ્સનું કહેવું છે કે, ખાસ કરીને ઈક્વિટી અને ડેટ ઓરિએન્ટેડ ફંડ્સ માટે અલગ-અલગ સ્લેબના નવા સ્ટ્રક્ચરથી ઈન્ડિવિજ્યુઅલ માટે રિપોર્ટિંગ મુશ્કેલ થઈ જશે.