- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : L&T મ્યુચુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સૌમેન્દ્રનાથ લાહિરીએ એસેટ મેનેજમેન્ટ કંપની છોડી દીધી છે. તેઓએ AMCની સૌથી મોટી અને હાઈબ્રીડ યોજનાઓનું મેનેજમેન્ટ કરી રહ્યા હતા, જેના કુલ AUMની કિંમત રૂ.30,845 કરોડ જેટલી છે. ઘણા મ્યુચુઅલ ફંડ સલાહકારો અને રોકાણકારો લાહિરીને મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં ધ્યાને રાખીને આગળ વધતા હતા. જો કે હવે તેમની વિદાય બાદ યોજનાઓ પર કોઈ અસર પડશે તેમજ રોકાણકારોએ શું કરવું જોઈએ તેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે.
મ્યુચુઅલ ફંડ સલાહકારો અને નિષ્ણાંતોને એ જાણવામાં વધુ રસ છે કે L&T મ્યુચુઅલ ફંડમાં લાહિરીનું સ્થાન કોણ લે છે. તેઓના જણાવ્યાં અનુસાર ફંડ હાઉસમાં વરિષ્ઠ ફંડ મેનેજર્સની ગેરહાજરી ઘણી નિર્ણાયક હોય છે. આ અંગે PrimeInvestor.inના કો ફાઉન્ડર ભાવના આચાર્યે જણાવ્યું હતું કે એસએન લાહિરી દ્વારા સંચાલિત યોજનાઓ પર શું અસર થશે તે નવા આવનાર ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર પર આધારિત હશે. થોડી ઘણી અસર થઇ શકે છે. જો કે આપણે રાહ જોવી પડશે કે કોણ આવે છે અને તે કયારે આ બદલશે.
બીજી તરફ સેનસેજ ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એમ.એસ.શબ્બીરે જણાવ્યું હતું કે રોકાણકારોએ નિરાશ થઈને તરત બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેઓએ નવા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરની નિમણુંક ના થાય સુધી સુધી ફંડ પર નજર રાખવી જોઈએ તેમ સલાહ આપી છે. એસ.એન.લિહિરી L&T ઇક્વિટી,L&T ઇમર્જિંગ બિઝનેસ,L&T ટેક્સ એડવાન્ટેજ,L&T ઇન્ડિયા લાર્જ એન્ડ મિડકેપ,L&T મિડકેપ,L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર,L&T ફોક્યુઝ્ડ ઇક્વિટી,L&T બેલેન્સડ એડવાન્ટેજ અને L&T હાઇબ્રીડ ઇક્વિટી ફંડનું સંચાલન કરી રહ્યા હતા.