- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : તાજેતરમાં એક્સિસ મ્યુ. ફંડ્સના બે ફંડ મેનેજરોને ફન્ટ રનિંગના આરોપ હેઠળ સસ્પેન્ડ કરાયાની બાદ બાદ ઘણા સ્થાનિક ફંડ મેનેજરો હવે સેબીના સ્કેન આવ્યા છે. આવા ફંડ મેનેજરો વિરુદ્ધ ફ્રન્ટ રનિંગ અને અન્ય અનિયમિતતાઓના આરોપોની તપાસ ચાલી રહી છે.
એક નિયામકીય સુત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ કે, અમને કેટલાંક ફંડ મેનેજરોની વિરુદ્ધ ફરિયાદો મળી છે અને અમે સંભવિત ગેરરીતિઓ – આચારસંહિતાના ઉલ્લંઘનોની તપાસ કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફંડ હાઉસ અને સંસ્થાકીય બ્રોકર્સ બંનેના ડીલરોની કામગીરી મામલે આગામી સપ્તાહોમાં વધારે તપાસ થઈ શકે છે. સેબી, મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકર્સ દ્વારા ડીલિંગ રૂમ સંબંધિત પહેલાથી જ કડક ધોરણો અને શ્રેષ્ઠ આચાર પ્રથાઓ લાગુ કરવામાં આવી છે. તેમાં બજારના કલાકો દરમિયાન વ્યક્તિગત ફોનના ઉપયોગ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. ઉપરાંત, ફંડ હાઉસ અને બ્રોકરોએ ડીલિંગ રૂમના વોઈસ અને કોલ રેકોર્ડિંગ જાળવી રાખવા જરૂરી છે. બજાર નિયામક જેમની વિરુદ્ધ ફરિયાદ મળી છે તેવા ફંડ હાઉસિસ પાસેથી વોઈસ અને કોલ ડિટેઇલ માંગી શકે છે.
ફ્રન્ટ-રનિંગ જેમાં ભાવિ ટ્રાન્ઝેક્શનની ગુપ્ત માહિતીના આધારે સ્ટોકમાં ટ્રેડિંગનો સમાવેશ થાય છે, તેને સેબી દ્વારા સૌથી ગંભીર અપરાધો પૈકીનું એક ગણવામાં આવે છે. સેબી કોઇ પ્રકારના નિયમ ભંગ કે ગેરરીતિ કરનારને નાણાંકીય દંડ અને સજા કરી શકે છે.