- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી- વધું જોખમ ધરાવનાર એસેટેથી મ્યુચ્યુઅલ ફંડ(MF)ના રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે સેબીએ ફંડ હાઉસોને તેમના તમામ રોકાણને લિસ્ટેડ અથવા તાજેતરમાં લિસ્ટેડ થનારા ઈક્વિટી કે ડેટ સિક્યોરિટીઝમાં શિફ્ટ કરવાની દરખાસ્ત કરી છે, અથવા તો રેટિંગ ન ધરાવતા ઇન્સ્ટુમેન્ટમાં તેમના રોકાણને ૨૫ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા જણાવ્યું છે. વધુમાં આ સ્થાળાંતરની પ્રક્રિયા તબક્કાવાર ધોરણે થશે.
સેબીના બોર્ડ દ્વારા જૂનમાં મંજૂર કરવામાં આવેલા કેટલાંક નિર્ણયને આગળ ધપાવતા સેબીએ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ માટે MF માટેના પ્રુડેન્શિયલ નિયમોમાં સુધારાના મુદ્દાઓ તૈયાર કર્યા છે. આ સિવાય અન્ય કેટલાક સુધારા માટે પણ સેબીના બોર્ડની મંજૂરી લેવામાં આવે છે. આ ઉપરાંત આ મહિનાના અંત સુધીમાં સેબીના બોર્ડની મીટિંગ યોજાશે.
મહત્વની દરખાસ્ત તરીકે રેટિંગ ન ધરાવતા ડેટ સિક્યોરિટીઝમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના રોકાણ માટેની હાલની એકંદર મર્યાદામાં ઘટાડો કરવાની છે. આ મર્યાદાને હાલના ૨૫ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાની યોજના બનાવવામાં આની રહી છે. આ ઉપરાંત સિંગલ ઇશ્યૂઅરના સંદર્ભમાં અનરેટેડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણની ૧૦ ટકા મર્યાદા દૂર કરાશે.
એમોર્ટાઇઝેશન આધારિત ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટના વેલ્યુએશનની સિસ્ટમ દૂર કરાશે. તેની જગ્યાએ પહેલી એપ્રિલ ૨૦૨૦થી માર્ક-ટુ માર્કેટ વેલ્યુએશનનો અમલ થશે. સૂચિત પ્રુડેન્શિયલ માળખા હેઠળ મ્યુચ્યુઅલ ફંડ્સ માત્ર લિસ્ટેડ અથવા લિસ્ટ થનારી ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝમાં જ રોકાણ કરી શકશે.