- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : હંમેશા સારૂ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડે આ વર્ષે રોકાણકારોને ઘણા નિરાશ કર્યા છે. વિતેલા એક વર્ષની જો વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી સ્કિમ્સે નકારાત્મક રીટર્ન જ આપ્યુ છે. સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ફંડમાં ઈન્ફ્રા સેક્ટરના ફંડના છે. હવે વર્ષ પુર્ણ થવામાં છે અને રોકાણકાર નવી યોજનાની તૈયારીમાં રોકાયેલા છે. વર્તમાન અને નવા રોકાણકારોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. રોકાણ કરવુ કે નહી. અમે આજે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશુ કે આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડનુ પ્રદર્શન ખરાબ કેમ રહ્યુ.
મ્યુચ્યુઅલ ફંડે કેમ સારો દેખાવ ન કર્યો આ પ્રશ્ન દેખાવમાં જેટલો સીધો છે તેટલો સરળ તેનો જવાબ નથી. આ અંગે બ્રોકિંગ ફર્મ કાર્વી કોમોડીટીના હેડ રિસર્ચરે જે વાત કરી છે તે આ પ્રમાણે છે.
બજારના ઘટાડાએ તોડી મ્યુચ્યુઅલ ફંડની કમર :
ભારતીય શેર બજારમાં આ વર્ષે 12.5% સુધીનો ઘટાડો થયો છે. બીએસઈ અને નિફ્ટી ઈન્ડેક્સે આ વર્ષે ઉપલા સ્તર પર 16 ટકા કરેક્શન બતાવ્યુ છે. તાજેતરના કેટલાક મહિનામાં બજારમાં બે-ત્રણ મોટાકડાકા થયા છે. આ ઘટાડામાં મ્યુચ્યુઅલ ફંડ વેપારીઓને ઘણા પ્રભાવિત કર્યા છે.
અર્થવ્યસ્થા પરથી તૂટતા ભરોષાએ કાઢી મ્યુચ્યુઅલ ફંડની હવા :
અર્થવ્યવસ્થાની હાલતે પણ મ્યુચ્યુઅલ ફંડનો સાથ નથી આપ્યો. બોન્ડ માર્કેટના સારા પ્રદર્શનના કારણે લોકોએ ખાસ કરીને એફઆઈઆઈએ તેજીથી ભારતમાંથી પોતાના ડોલર ખેચી લીધી. તેના કારણે પણ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન પર અસર પડી.
રૂપિયાના ઘટાડાએ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવ્યો
રૂપિયામાં આવેલા ઘટાડાએ પણ રોકાણકારોનો વિશ્વા ડગમગાવી દીધો છે. તેમજ નિષણાંતોનુ માનવુ છે કે રૂપિયામાં જો વધુ ઘટાડો થાય તો રૂપિયો 80 ના સ્તરને આંબી શકે છે.
વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે મ્યુચ્યુઅલ ફંડ :
ટ્રેડવોર જેવી સમસ્યાઓના કારણે આંતરરાષ્ટ્રીય નીતિઓ પર પણ અસર જોવા મળી છે. તેના કારણે મ્યુચ્યુઅલ ફંડના યુનિટસ પ્રત્યે લોકોનો રસ ઓછો થયો છે.
શુ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં ટકેલુ રહેવુ જોઈએ ?
નિષ્ણાંતોનુ કહેવુ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ લાંબાગાળા માટેનુ હોય છે. સામાન્ય રીતે 5 થી 10 વર્ષ માટે. તેવામાં તમે જો આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડ યુનિટસ્ની ખરીદી કરી છે તો તમારે અત્યારે થોડી રહા જોવી જોઈએ. કારણ કે આગામી કેટલાક મહિનમાં લોકસભાની ચુંટણી છે. જો વર્તમાન સરકાર ફરી સતામાં આવે છે તો 25 તકા સુધીની રેલી જોવા મળશે.
શું રોકાણકારોએ ફંડથી હટીને ગોલ્ડમાં રોકાણ કરવુ જોઈએ ?
નિષ્ણાંતનુ કહેવુ છે કે જે લોકો એ આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યુ છે તેમણે અત્યારે ગભરાવવાની જરૂર નથી. તેમણે તેમના પોર્ટફોલિયાના કેટલાક યુનિટને એડઓન કરવા જોઈએ. કારણ કે લાર્જ કેપ મિડકેપની વેલ્યુએશન પર મળી રહ્યા છે. તેમજ તાજેતરમાં આરબીઆઈએ બજારમાં 40,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે જે બજાર માટે સારો સંકેત છે. જો તમે તમારા રોકાણનો 5 ટકા સુધીનો ભાગ ગોલ્ડ-સિલ્વરમાં રોકવા ઈચ્છો છો તો તે તમારા રોકાણ પોર્ટફોલિયોમાં વેરિએશનની સાથે જ રીટર્નના અંદાજથી પણ બેસ્ટ છે.