- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ : બચત દરેક વ્યક્તિ કરવા માંગે છે પરંતુ તેના માટે દ્રઢ નિશ્વયની જરૂર પડે છે અને વાત જ્યારે પોતાની મહેનતની કમાણીને બચાવીને કરોડપતિ બનવાની હોય તો તે વધુ જરૂરી બની જાય છે. તેના માટે બજારમાં મ્યૂચુઅલ ફંડો ના SIP સહિત ઘણી રોકાણની યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ લો રિસ્કથી માંડીને હાઇ રિસ્ક કેટેગરીની છે. હવે આ તમારા બજેટ પર નિર્ભર કરશે કે તમે કેટલી રકમ દર મહિને સિપમાં નાખો છો. જો તમે દર મહિને 23580 રૂપિયા (786 રૂપિયા દરરોજ)ની આસપાસ સિપ દ્વારા રોકાણ કરો છો તો તેનાથી 15 વર્ષમાં તમારા બેંક એકાઉન્ટમાં 1 કરોડની આસપાસ રકમ થઇ જશે.
ઉદાહરણ તરીકે જો તમારી ઉંમર 30 વર્ષની આસપાસ છે તો તમે દરરોજ 786 રૂપિયાની બચત કરી 45 વર્ષ ઉંમર સુધી પોતાના ખાતામાં લગભગ 1 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો. આ ગણતરી ન્યૂનતમ 10% વાર્ષિક વ્યાજના આધારે છે. આમ ત્યારે થાય છે જ્યારે તમે આ ઉંમર સુધી કોઇ બચત કરી નથી.
જો તમે SIP માં રોકાણ કરો છો તો સારું રહેશે. તેમાં જો પારંપારિક રીતે રોકાણ કરવામાં આવે. દર મહિને 23580 રૂપિયાના રોકાણથી 15 વર્ષમાં 1,15,98,820 રૂપિયાની આસપાસ એકઠા કરી શકો છો. પારંપારિક રોકાણનો અર્થ છે કે અપેક્ષાકૃત ઓછા જોખમવાળા ફંડમાં પૈસા રોકવા. આ રિટર્ન ઓન ઇનવેસ્ટમેંટ ઓનલાઇન કેલક્યુલેટર દ્વારા લેવામાં આવ્યું છે.
બજારમાં ઘણા એવા ફંડ ઉપલબ્ધ છે જેમાં આ કેટેગરી આપવામાં આવે છે કે તે ઓછા જોખમી છે, એટલે કે બજારમાં ઘટાડાના સમયમાં પણ તમારા પૈસા સુરક્ષિત રહેશે. જાણકારોનું માનીએ તો કેટલાક ફંડ એવા છે જે હાઇ રિસ્કવાળા આવે છે. તેમાં રોકાણથી અનેકગણો ફાયદો થવાની આશા રહે છે પરંતુ ઘટાડાના દૌરમાં રોકાણ ડૂબવાની પણ સંભાવના રહે છે.