- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઈ : PPFAS મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જાન્યુઆરીમાં અમેઝોન ઇંકના 1466 ડોલર પ્રતિ શેયરના ભાવે 7 કરોડ રૂપિયાનાં શેયર ખરીદી લીધા છે. આ રકમ PPFAS મ્યુચ્યુઅલ ફંડનાં 0.5 ટકા જેટલી છે. મ્યુચ્યુઅલ ફંડે ફાઇઝરમાં તેમનાં સમગ્ર હોલ્ડિંગને બંધ કરી દીધું છે.
PPFAS મ્યુચ્યુઅલ ફંડનાં ત્રણ મુખ્ય હોલ્ડિંગ છે. જેમાં અલ્ફાબેટ 9.97 ટકા, એચડીએફસી બેન્ક 7.89 ટકા તેમજ બજાજ હોલ્ડિંગ્સનો 6.27 ટકા હિસ્સો છે. PPFAS મ્યુચ્યુઅલ ફંડનાં સીઈઓ રાજીવ ઠક્કરનાં જણાવ્યાં અનુસાર અમેઝોનના શેર ખરીદવાથી કોઈ નોંધપાત્ર અસર જોવા મળશે નહીં કેમ કે તેમાં મોટા ઉછાળા કે ભારે કડાકાના કોઈ સંકેત નથી જોવા મળી રહ્યાં.
Web Title: PPFAS Mutual Fund bought Amazon Share
Latest