- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇઃ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) માસિક તુલનાએ 4 ટકાની વૃદ્ધિમાં રૂ.25.47 લાખ કરોડે પહોંચી ગઇ છે જે જૂનમાં રૂ.24.53 લાખ કરોડ હતી. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ પાંચ મહિનામાં ફંડ ઉદ્યોગની કુલ એસેટ્સમાં રૂ. 1.68 લાખ કરોડનો ઉમેરો થયો છે એવું રેટિંગ એજન્સી કેર રેટિંગે તેના રિપોર્ટમાં જણાવ્યું છે.
ઓગસ્ટ 2019ના અંતે ડેટ, ઇક્વિટી અને હાઇબ્રિડ સ્કીમની કુલ એસેટ્સ અનુક્રમે રૂ. 13.22 લાખ કરોડ, રૂ. 7.16 લાખ કરોડ અને રૂ. 3.38 લાખ કરોડ નોંધાઇ હતી.
રિપોર્ટમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સેક્ટર (NBFC)માં મ્યુ. ફંડ ઉદ્યોગનું કુલ એક્સપોઝર ઓગસ્ટ 2019ના અંતે રૂ. 2 લાખ કરોડ નોંધાયું છે જે જુલાઇ 2018ની તુલનાએ રૂ. 0.66 લાખ કરોડ ઘટ્યું છે. કારણ કે તે સમયે એનબીએફસી સેક્ટરમાં નાણાંકીય કટોકટીની શરૂઆત થઇ હતી. જો રકમની રીતે વાત કરીયે એનબીએફસી સેક્ટરમાં ફંડ ઉદ્યોગોના એક્સપોઝરના ટકાવારી જે જુલાઇ-18માં 19 ટકા હતી તે ઓગસ્ટ 2018માં ઘટીને 13.6 ટકા થઇ ગઇ છે.
લિક્વિડિટી ક્રાઇસિસથી એનબીએફસી સેક્ટરમાં મુશ્કેલી સર્જાઇ છે. NBFCના કોમર્શિયલ પેપર્સમાંથી મ્યુ. ફંડોએ તેમનું 35 ટકા જેટલું રોકાણ પાછું ખેંચી લીધું છે. ટકાવારીની રીતે જોઇએ તો ઓગસ્ટ 2019ના અંતે સમગ્ર મ્યુ. ફંડ્સ ઉદ્યોગનું NBFCના કોમર્શિયલ પેપર્સમાં રૂ.1.02 લાખ કરોડનું રોકાણ નોંધાયું છે જે તેમની કુલ ડેટ AUMના 6.92 ટકા જેટલી છે જે જુલાઇ 2018 પછીનું સૌથી નીચું સ્તર પણ છે. NBFCના કોર્પોરેટ ડેટ પેપર્સમાં રોકાણ ઓગસ્ટ 2019ના અંતે ઘટીને રૂ. 0.98 લાખ કરોડ રહ્યું છે.
ડેટ મ્યુ. ફંડ્સ
ગત મહિને ડેટ સ્કીમ્સમાં રૂ. 89,542 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે. જેની સાથે લિક્વિડ ફંડ્સમાં રૂ. 79,428 કરોડનો મૂડીપ્રવાહ આવ્યો છે. આ સાથે ડેટ ફંડની કુલ એયુએમ રૂ. 13.22 લાખ કરોડ રહી છે જેમાં લિક્વિટી ફંડોનું સૌથી વધુ 40 ટકા યોગદાન છે. ત્યારબાદ ફિક્સ્ડ ટર્મ પ્લાન 11 ટકા અને અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સ 7 ટકા હિસ્સો ધરાવે છે.
ઇક્વિટી મ્યુ. ફંડ્સ
ઇક્વિટી મ્યુ. ફંડ્સની નેટ એસેટ્સ ઓગસ્ટ 2018ના અંતે રૂ. 7.58 લાખ કરોડ રહી છે જેમાં લાર્જકેપ અને મલ્ટીકેપ ફંડોનો સૌથી વધુ 19 ટકા અને ત્યારબાદ ELSSનો 12 ટકા યોગદાન છે.