- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પ (ડીએચએફએલ) સાથે સંલગ્ન પરિસ્થિતિઓને ઉકેલવાનો બેન્કોનો પ્રયાસ વધારે મુશ્કેલીમાં મૂકાયો છે. આ કંપની ભારતમાં શેડ બેન્કિંગ કટોકટીમાં કેન્દ્ર સ્થાને છે. સિકયોર્ડ ડેટ પેપર્સના રોકાણકારો એવા મ્યુચ્યુઅલ ફંડ્સે ડીએચએફએલે વેચેલા પેપરોમાં રોકાણ કર્યું હતું.
તાજેતરની બેઠકોમાં ફંડ હાઉસના અધિકારીઓએ બેન્કોને કહ્યું છે કે કાયદાના મૂળભૂત નિયમ મુજબ ફંડ હાઉસના અધિકારીઓએ બેન્કોને જણાવ્યું છે કે મૂળભૂત કાયદો તેમના આયોજન પર અસર પાડી શકે છે, કારણ કે અનસિક્યોર્ડ ક્રેડિટર્સને પૂરેપૂરી રકમ ચૂકવાશે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ જેવા સિક્યોર્ડ ક્રેડિટર્સે તેમના રોકાણો પર હેરકટ વેઠવો પડશે.
સિનિયર એમએફ ઓફિસિયલ મુજબ ફંડ હાઉસિસ વિચારે છે કે બેન્કો ડીએચએફએલના પ્રમોટરો પર કંપનીમાં ભંડોળ રોકવા પૂરતુ દબાણ કરી રહી નથી. ડીએચએલની લોનની પુર્નરચના માટે ઇન્ટર-ક્રેડિટર્સ એગ્રીમેન્ટ (આઇસીએ) કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ વીમા કંપનીઓ આઇસીએના અમુક હિસ્સા સાથે સંમત થઈ છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડે તેના પર સહી કરવાનો ઇન્કાર કર્યો છે. મ્યુ. ફંડને સેબીએ ઝી જૂથના કિસ્સામાં જીવનરેખઆ પૂરી પાડી જીવતદાન આપ્યું છે. મ્યુ. ફંડ પોતે કંપનીની નવરચના માટે કોઈ કરાર કરી શકવાની સ્થિતિમાં નથી.
ડીએચએફએલ ડિબેન્ચર્સના ફંડ હાઉસિસમાં એકના સીઇઓએ જણાવ્યું હતું કે અમે જો ડીએચએફએલના પેપરમાં 20થી 25 ટકાનો હેરકટ સ્વીકારીએ તો તેની શું ખાતરી કે સેબી અમને સવાલ નહીં પૂછે. અમે ઝી સાથેના કરારની દિશામાં આગળ વધ્યા તો સેબીએ અમને મૌખિક મંજૂરી આપી છે. પરંતુ પછી સેબીએ અમને કરાર અંગે નોટિસ મોકલી છે. અમને હજી સુધી ડીએચએફએલ અંગે સેબીની કોઈ નોટિસ મળી નથી. તેના લીધે અમે કોઈપણ પ્રકારનો કરાર કરતા અટકીએ છીએ. અમારી પાસે કાયદેસર સહિત બધા વિકલ્પો ખુલ્લા છે.