- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : લોકસભા ઈલેક્શનની અનિશ્ચિતતાને પગલે એપ્રિલમાં ઈક્વિટી મ્યુ. ફંડના નેટ ઈનફ્લોમાં ૬૪ ટકાનો ઘટાડો નોંધાયો છે જે ૩૧ મહિનાની સૌથી નીચી સપાટી માનવામાં આવે છે. રેટિંગમાં ડાઉન ગ્રેડ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે પણ ઈક્વિટી મ્યુ. ફંડમાં વેચવાલી જોવા મળી રહી છે. એપ્રિલમાં ઈક્વિટી મ્યુ. ફંડનો નેટ ઈનફ્લો રૂ.૪રર૯.૪૭ કરોડ ઘટીને રૂ.૧૧,૭પ૬ કરોડ થયો છે એવું એસોસિએશન ઓફ મ્યુ. ફંડ્સ ઈન ઈન્ડિયાના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે.
કેટલાક એક્ઝિક પોલી ધ્યાન દોર્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી લોકસભા ચુંટણીમાં બહુમતી મેળવી શકશે નહિં જેને લઈને રોકાણકારો અત્યારે સાવચેતીનું વલણ રાખી રહ્યા છે. બીજી બાજુ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાં લિક્વિડિટીની અછતને કારણે રેટિંગ એજન્સીઓ દ્વારા તેને ડાઉન ગ્રેડ કરવામાં આવતા સ્થિતિ ઉપર પ્રતિકૂળ અસર થઈ છે.
મોટાભાગના રોકાણકારો અત્યારે લોકસભા ઈલેક્શનના પરિણામ સુધી સાવચેતીનું વલણ રાખી રહ્યા છે. ટાટા એસેટ્સ મેનેજમેન્ટના ફંડ મેનેજર રૂપેશ પટેલ જણાવ્યુ કે, આગામી સમયમાં ઈક્વિટી મ્યુ. ફંડમાં જંગી ઈનફ્લો જોવા મળે એવી શક્યતા છે. બીજી બાજ સિસ્ટમેન્ટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનનો ઈનફ્લો યથાવત્ છે. એપ્રિલમાં એસઆઈપી દ્વારા રૂ.૭ર૩૮ કરોડ એક્ત્ર કરવામાં આવ્યા છે જ્યારે માર્ચમાં રૂ.૮૦પપ કરોડ એક્ત્ર કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, એસઆઈપી દ્વારા મ્યુ. સ્કિમમાં રોકાણ કરવાથી થોડિક રકમમાં દર મહિને, ત્રણ મહિને અને વર્ષે રોકાણ કરી શકાય છે.