- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ જુદી જુદી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી)ઓમાં પોતાનો હિસ્સે ધીમે ધીમે ઘટાડી રહી છે. સપ્ટેમ્બર 2018માં એનબીએફસી કંપનીઓમાં જોવા મળેલ કડાકા બાદ મ્યુચ્યુઅલ ફંડ આ કંપનીઓમાં પોતાનો હિસ્સો ઘટાડી રહી છે.
પ્રભુદાસ લીલાધર દ્ધારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એનબીએફસી ક્ષેત્રએ સપ્ટેમ્બર 2018માં લગભગ 831 કરોડ રૂપિયાનું વેચાણ જોવા મળ્યું હતું જેને કારણે મ્યુચ્યુઅલ ફંડ હાઉસની વેચાણના લિસ્ટમાં પ્રથમ સ્થાન બની ગયું છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ, રિલાયન્સ કેપિટલ જેવી કંપનીઓ ભારે વેચાણના દબાણમાં આવી છે. લાર્જ કેપ સ્ટોક્સમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સમાં સપ્ટેમ્બરમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મિડ કેપ શેરમાં ડીએચએફએલએ 21 સપ્ટેમ્બરના રોજ 274.75 રૂપિયાના 19 મહિનાના નીચલા સ્તર પર પહોંચવાની સાથે વ્યાપારમાં 50 ટકાથી વધુના ઘટાડો નોંધાવ્યો હતો જે સપ્ટેમ્બરમાં 62 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલ એન્ડ એફએસ) અને તેની એકમોએ રિપેમેન્ટ પર ડિફોલ્ટ કર્યું હોવાના રિપોર્ટ્સ બાદ એનબીએફસીના શેરોમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. રિપોર્ટ સામે આવ્યા બાદ એનબીએફસી શેરમાં ઘટાડાની શરૂઆત થઇ હતી.
સપ્ટેમ્બર મહિનામાં નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સ્પેસમાં 39 શેર 53 ટકા સુધી ઘટી ગયા હતા જેમાં દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (53 ટકાનો ઘટાડો) રિલાયન્સ કેપિટલ (32 ટકા ઘટાડો) એલ એન્ડ ટી ફાઇનાન્સ (29 ટકા ઘટાડો) ઇન્ડિયાબુલ્સ હાઉન્સિંગ ફાઇનાન્સ (26.5 ટકાનો ઘટાડો) નો સમાવેશ થાય છે.