- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : દેશમાં IL&FS અને DHFL કાંડ બાદ સર્જાયેલ કટોકટીની પરિસ્થિતિને કારણે મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ NBFCમાં રોકાણ નોંધપાત્ર ઘટાડ્યું છે.
નવેમ્બરના મ્યુચ્યુઅલ ફંડના આંકડાએ દર્શાવ્યું છે શેડો બેંક ક્રાઈસિસ બાદ દેશના NBFC સેક્ટરમાં MFનું એક્સપોઝર 35.26% સુધી ઘટ્યું છે.
સામાન્ય રોકાણકારોના હિતોના રક્ષણ અને બજારની અસમતુલાને ધ્યાને રાખીને મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ ડેટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજી બદલી છે અને હવે માત્ર સુરક્ષિત રોકાણ તરફ ધ્યાન આપી રહ્યાં છે.
ઓક્ટોબર-નવેમ્બર માસમાં કોર્પોરેટ ડેટ પેપરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ નોંધપાત્ર વધ્યું છે તો સામે પક્ષે NBFCના ડેટ ઈન્સટ્રુમેન્ટમાં રોકાણ ઘટાડ્યું છે.
CARE રેટિંગના રીપોર્ટ અનુસાર ફંડ હાઉસનું નોન-બેંકિંગ ફાઈનાન્સ સેક્ટરમાં રોકાણ નવેમ્બર, 2019માં 1.83 લાખ કરોડ રહ્યું છે,જે જુલાઈ, 2018ના NBFC કટોકટી સમય કરતા 81,867 કરોડ કરતા ઓછું છે.
કુલ રોકાણની સાથે ટકાવારીની દ્રષ્ટિએ પણ રોકાણ જુલાઈ, 2018ના 19%ની સાપેક્ષે ગત મહિને 12.3% રહ્યું છે,જે 15 માસમાં 35%નો ઘટાડો સૂચવે છે.
રસપ્રદ વાત એ છે કે દેશનું NBFC સેક્ટર અને હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટર જ મ્યુચ્યુઅલ ફંડ પાસેથી સૌથી વધુ નાણાં લે છે. દેશની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ કંપની IL&FSના ફિયાસ્કાની સાથે DHFL પણ પડી ભાંગતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ મોટા પ્રમાણમાં નુકશાન વેઠવું પડ્યું છે.
રીપોર્ટ અનુસાર NBFCના કોમર્શિયલ પેપર(CPs)માં મહિને દર મહિને રોકાણ ઉત્તરોતર ઘટી જ રહ્યું છે. આ કેટેગરીમાંથી MFએ પોતાનું રોકાણ 15 માસમાં 45% સુધી ઘટાડ્યું છે. શેડો ક્રાઈસિસને કારણે સર્જાયેલ લિક્વિડિટીની સમસ્યાને કારણે જ નહિ પરંતુ, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) દ્વારા લેવામાં આવેલ તકેદારીના પગલાંરૂપે સેક્ટોરિયલ એક્સપોઝરની લિમિટ ઘટાડાતા પણ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ઘટ્યું છે. SEBIએ MF હાઉસને NBFCમાં રોકાણ 25%થી ઘટાડીને 20% કરવા આદેશ કર્યો હતો.
નવેમ્બરમાં ડેટ AUMના મુખ્ય નાણાં કોર્પોરેટ ડેટ પેપરમાં રોકવામાં આવ્યા છે.
વ્યાજદરની તરલતા બોન્ડ, નોન કન્વર્ટેબલ ડિબેન્ચરના કોર્પોરેટ ડેટ સેગમેન્ટમાં 4.07 લાખ કરોડનું મસમોટું ઈન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ કર્યું છે.
ઓક્ટોબરની સાપેક્ષે આ કેટેગરીમાં રોકાણ 6711 કરોડ વધ્યું છે. જોકે ટકાવારીની દ્રષ્ટિએ તે ઘટીને ડેટ AUMના 27.3% રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડની ડેટ AUM 13.53 લાખ કરોડ છે.
બીજા ક્રમની સૌથી વધુ ડેટ રોકાણ ધરાવતું સેગમેન્ટ છે, કોમર્શિયલ પેપર. CPમાં કુલ રોકાણ 3.37 લાખ કરોડ રહ્યું છે.
હાલમાં દેશના મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM) એટલેકે 42 ફંડ હાઉસ કુલ 27.05 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે.