- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : દેશની ટેલિકોમ કંપનીઓના ભવિષ્યને અંધકારમાં મુકનાર AGRનો મુદ્દો હજી સમેટાયો નથી છતા ટેલિકોમ કંપનીઓના શેરમાં અને ખાસ કરીને ભારતી એરટેલના શેરમાં જોરદાર તેજીનો વંટોળ જોવા મળી રહ્યું છે. એક જ વર્ષમાં શેરના ભાવ બમણાં થયા છે.
રોકાણકારો દેશના સંકુચિત થઈ રહેલ ટેલિકોમ સેક્ટરમાં વોડાફોન-આઈડિયાના ઘટતા જતા અસ્તિત્વને કારણે ભારતી એરટેલને વધુ ફાયદો થશે અને ટેલિકોમ જાયન્ટ સબસિડૅયરી કંપની ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં પરોક્ષ રોકાણ કરવા કરતા ભારતી એરટેલમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેવાનું માની રહ્યાં છે.
મહત્વની વાત એ છે કે ભારતી એરટેલમાં ફંડ હાઉસોનો સ્ટેક વધ્યો છે અને સામે પક્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી જેવી જાયન્ટ કંપનીમાં હિસ્સેદારી ઘટાડી છે.
ઘરેલું રોકાણકારો પણ ભારતી પાછળ :
2011માં માત્ર 4.2%નો હિસ્સો ધરાવતા ઘરેલું રોકાણકારો ડિસેમ્બર, 2019ના કવાર્ટરના અંતે એરટેલમાં કુલ 9.3% હિસ્સેદારી ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે એરટેલમાં DIIની હિસ્સેદારી એક દાયકામાં સૌથી ટોચના સ્તરે છે.
Capitalineના ડેટા અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ઘરેલું રોકાણકારોની હિસ્સેદારી 10 બેસિસ પોઈન્ટ ઘટીને એટલેકે 0.10% ઘટીને 5.1% થઈ છે.
છેલ્લા ત્રણ કવાર્ટરથી સતત ભારતી એરટેલમાં ઘરેલું રોકાણકારો ખરીદારીનો જ વ્યૂ અપનાવી રહ્યાં છે. જાન્યુઆરીમાં પણ રેકોર્ડ હાઈ લેવલ હોવા છતા એરટેલમાં રોકાણકારોએ 5600 કરોડ ઠાલવ્યા છે. જાન્યુઆરી, 2020ના અંતે ટેલિકોમ સેક્ટરમાં ફંડ હાઉસોનું રોકાણ 2.4%ના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યું છે.
મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિસના અહેવાલ અનુસાર ICICI પ્રુડેન્શિયલ અને ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડના અનુક્રમે 6.2% અને 5% ટેલિકોમ સેક્ટરમાં રોકાણ ધરાવે છે,જ્યારે BSE 200 ઈન્ડેકસને માત્ર 1.9% જ વેઈટેજ આપે છે.