- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનારા રોકાણકારો કે જેઓ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)નો ઉપયોગ કરે છે તેઓ પણ ટેક્સની જાળમાં સામેલ છે. સામાન્ય બજેટ 2018-19માં કેન્દ્ર સરકારે વર્ષભરમાં 1 લાખથી વધુના રોકાણ પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લગાવ્યો છે. તેનાથી એસઆઈપી ઈન્વેસ્ટ કરનારા લોકોનાં ફ્યુચર પ્લાન્સ પર અસર પડી શકે છે. ગત વર્ષોમાં તમામ ફાઈનાન્સિયલ પ્લાનર્સ અને વેલ્થ મેનેજર્સ રોકાણકારોને લોંગ ટર્મ ગોલ્સ માટે એસઆઈપીમાં રોકાણની સલાહ આપતા રહ્યા છે.
એવા તમામ રોકાણકારો છે, જેઓ નિવૃતિ, બાળકોનાં શિક્ષણ, વેકેશનનું ફંડિંગ, ઘર અને કારની ખરીદી અને અન્ય ખર્ચ માટે એસઆઈપીમાં રોકાણ શરૂ કરે છે. અત્યાર સુધી રોકાણકારો આ લક્ષ્યોને કોઈ ટેક્સના અવરોધ વિના મેળવી શકતા હતા પણ આ નાણાકીય વર્ષમાં એવું નથી રહ્યું. એવામાં રોકાણકારો જ્યારે પોતાની આવશ્યકતા પ્રમાણે એસઆઈપી વેચશે તો તેમને તેમની અપેક્ષા કરતાં ઓછી રકમ મળી શકશે.
જો એક રોકાણકાર 10000 પ્રતિ માસ પાંચ વર્ષ સુધી એસઆઈપીમાં રોકે છે કે જેથી તે કાર ખરીદી શકે કે પછી અન્ય કોઈ કામ કરી શકે તો તેને 12500 રૂપિયા ટેક્સ તરીકે આપવાના રહેશે. જો કે વાર્ષિક એક લાખ રૂપિયાથી ઓછા રોકાણમાં તમે ટેક્સથી બચી શકો છો.