- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : બજારમાં અનિશ્ચિતતા અને અફરાતફરીના માહોલ વચ્ચે ઈક્વિટી મ્યુ. ફંડ્સનો ઈનફ્લો ૬૦ ટકા ઘટીને રૂ.૬૧પ૮ કરોડ થયો છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ઈક્વિટી મ્યુ. ફંડમાં રૂ.૧પ,૩૯૦ કરોડ ઈનફ્લો જોવા મળ્યો હતો. અસોસિએશન ઓફ મ્યુ. ફંડ્સ ઈન ઈન્ડિયાના અનુસાર, ઈક્વિટી સ્કિમમાં સતત ત્રીજા મહિને સતત ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરીના અંત સુધી ઈક્વિટી મ્યુ.ફંડમાંથી રૂ.૭.૭૩ કરોડની વેચવાલી કરવામાં આવી છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં રૂ.૭.૮૭ લાખ કરોડની વેચવાલી કરવામાં આવી છે.
આફમીના આંકડા અનુસાર, ઈક્વિટી અને ઈક્વિટી લિંક સેવિંગ સ્કિમમાં જાન્યુઆરી ર૦૧૯મા રૂ.૬૧પ૮ કરોડ ઠાલવવામાં આવ્યા છે. જ્યારે અગાઉના વર્ષના જાન્યુઆરીમાં આ સ્કિમની અંદર લગભગ રૂ.૧પ,૩૯૦ કરોડ ઠાલવવામાં આવ્યા છે. ડિસેમ્બરમાં ઈક્વિટી ફંડમાં ઈનફ્લો રૂ.૬૬૦૬ કરોડ જોવા મળ્યો હતો જ્યારે નવેમ્બરમાં રૂ.૮૪૧૪ કરોડ અને ઓક્ટોબરમાં રૂ.૧ર,૬રર કરોડ ઈક્વિટી ફંડ્સમાં ઠાલવવામાં આવ્યા છે. બજારમાં અફરાતફરી અને પોલિટિક્લ અનિશ્ચિતતાને પગલે બોર્ડર ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળી રહ્યુ છે.
જાન્યુઆરીમાં એકંદરે મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રીમાં રૂ.૬પ,૪૩૯ કરોડનો ઈનફ્લો જોવા મળ્યો છે. જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં રૂ.૧.૦૬ લાખ કરોડનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એસેટ્સ એન્ડર મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીએ રૂ.ર૩.૪ લાખ કરોડએ પહોંચી હતી જ્યારે ર૦૧૮ના જાન્યુઆરીમાં ઈન્ડસ્ટ્રીનું મુલ્ય રૂ.રર.૪૧ કરોડ આંકવામાં આવ્યુ હતું.