- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

નવી દિલ્હી: શું તમે HDFC (એચડીએફસી) બેંકના કોપોરેટ ખાતાધારક છો? જો હા, તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રોપર્ટી પર લોન આપવા ઉપરાંત ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસીતેના કોપોરેટ સેલેરી મેળવતા ગ્રાહકો માટે તહેવારોની સીઝનમાં ખાસ ઓફર લાવી છે. જો તમે કોર્પોરેટ પગાર મેળવતા કર્મચારી છો અને તમારો પગાર એચડીએફસી બેંક એકાઉન્ટમાં આવે છે તો તમે પણ ખરીદીઓ અને લોન પર મળતી આ ઓફર્સનો લાભ ઉઠાવી શકો છો.
કન્ઝ્યુમર ગૂડ્ઝ:
ફ્લિપકાર્ટ અને એમેઝોનમાંથી ખરીદી કરતા ગ્રાહકોને સેમસંગનો મોબાઈલ ખરીદવા પર એચડીએફસી બેંક હવે 6000 રૂપિયા સુધીની છૂટ આપે છે. પરંતુ આ છૂટનો લાભ ઉઠાવવા માટે તમારે એચડીએફસી બેંક ના ક્રેડિટ કાર્ડ, ગ્રાહક લોન અથવા ડેબિટ કાર્ડથી ખરીદી કરવી પડશે. આ ઑફર્સ 31 ડિસેમ્બર સુધી માન્ય છે.
મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર લોન :
બીએસઇનો સેન્સેક્સે 28 ઓગસ્ટથી આશરે 5000 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. પરંતુ દિવાળી પર ખરીદી કરવા માટે, તમારે તમારા ફિક્સ્ડ ડિપોઝિટ્સ અથવા મ્યુચ્યુઅલ ફંડોને કરવાની જરૂર નથી. શુભ સમાચાર એ છે કે તમે 31 ડિસેમ્બર સુધી મ્યુચ્યુઅલ ફંડો અને ફિક્સ્ડ ડિપોઝિટના આધારે લોન લઈ શકો છો. તમે લોન લઈને તમારા અપૂર્ણ સપનાને પરિપૂર્ણ કરી શકો છો. લોન લેવા મટે તમારે રૂ. 999 ની પ્રોસેસિંગ ફી અને લાગનારા કરની ચુકવણી કરવાની રહેશે.
વ્યક્તિગત લોન:
જો તમને જોખમો લેવાથી ડર લાગે છે અને તમારા ડિપોઝિટ ફંડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સને સુરક્ષિત રાખવા માંગો છો અને તેમ છતાં તમારે પૈસાની જરૂર હોય તો તમે વ્યક્તિગત લોન માટે પણ અરજી કરી શકો છો. આ ઉપરાંત, એચડીએફસી બેંક 31 ડિસેમ્બર સુધી રેક રેટ પર 0.50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.
કાર લોન: જો તમે આ દિવાળી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો એચડીએફસી બેંક તમારા માટે સરળ માસિક હપતો લાવે છે. જો તમે મોટી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો પણ બેંક પાસે તમારી માટે યોજના છે.